ગીર ગઢડા તાલુકા કક્ષા ના ખેલ મહાકુંભ (3. O) ને અંબાડા મુકામે તા.પં. પ્રમુખ અને તા.ભા. પ્રમુખ ના વરદ હસ્તે ખુલ્લો મુકાયો
ગીર ગઢડા તાલુકા નો તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ નો તાલુકા ના અંબાડા ગામે શુંભારંભ કરવા આવ્યો

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકા કક્ષા ના ખેલ મહાકુંભ (3. O) ને અંબાડા મુકામે તા.પં. પ્રમુખ અને તા.ભા. પ્રમુખ ના વરદ હસ્તે ખુલ્લો મુકાયો.
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ભરમાં રમત – ગમત ક્ષેત્રે ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓ/ યુવાનો માં રહેલી સ્કીલ ડેવલોપમેન્ટ થાય અને રમત ગમત ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ થાય તેવા ઉમદા હેતુ સાથે દર વર્ષે ખેલ મહકુંભ નું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગીર ગઢડા તાલુકા નો તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ નો તાલુકા ના અંબાડા ગામે શુંભારંભ કરવા આવ્યો.
આ કાર્યક્રમ રાજ્યભર માં ત્રણ માસ સુધી ચાલશે, જેથી રમત ગમત ક્ષેત્રે ભાગ લેવા ઉત્સુક વિદ્યાર્થી યુવાનો ને જોડાવવા આહવાન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ મા ગીર ગઢડા તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ પ્રવિણભાઇ સાંખટ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલીયા, તાલુકા મહામંત્રી કે. સી. રાજપૂત, પ્રોગ્રામ કન્વિનર બારૈયા સાહેબ, પટેલ સાહેબ, અંબાડા પ્રા.શાળા ના સ્ટાફ અને આચાર્ય , અલગ અલગ ગામે થી પધારેલ ટીમ કેપ્ટનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી તેમજ પધારેલા મહેમાનો ને મુમેટો આપી સ્વાગત સન્માન કરાયા બાદ તા. પ પ્રમુખ પ્રતિનિધિ પ્રવિણભાઇ સાંખટ અને તા. ભા. પ્રમુખ ધર્મેશભાઈ રાખોલીયા ના વરદ હસ્તે ખેલ મહાકુંભ ને ખુલ્લો મૂકવામાં આવ્યો.
આ પ્રસંગે ગીર ગઢડા તાલુકા ભાજપ નવ નિયુક્ત પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા દ્વારા તમામ લોકો માટે નાસ્તો અને લીંબુ શરબત ની વ્યવસ્થા કરવામાં આવી હતી.




