હવામાન વિભાગના આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર નાં વિસ્તારોમાં વાવાઝોડા ની સાથે સાથે છુટો છવાયો વરસાદ પડ્યો હતો.જેમા સાયલા તાલુકાના સોનપરી જેવા અનેક ગામડાઓમાં વાવાઝોડાએ મકાનોના નળિયા તેમજ પતરા ઉડાડીયા હતા .જેના લીધે લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.જોકે કોઈ જાન હાની થઈ નથી.