
કર્મયોગી પરિવાર માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત નાં ઉપક્રમે શ્રી કેશુભાઈ ગોટી દ્વારા સાયલા તાલુકા ના દેવગઢ ખાતે કન્યા છાત્રાલય ભવન નિર્માણ માટે રૂપિયા 60 લાખનું યોગદાન સર્વોદય વિચાર પ્રેરિત કર્મયોગી પરિવાર સુરતના ઉપક્રમે ભારત 
જેમાં સહયોગીદાતા શ્રી મનહરભાઈ લાખાણી પરિવાર,પરેશભાઈ ડોડીયા કર્મયોગી પરિવાર અને હડમતાળા હનુમાનજી મંદિર નોલીના મહંત પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ ના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણવિદ ડો. મેરૂભાઈ ટમાલીયા,ઋત્વિકભાઈ મકવાણા, રાઘવભાઈ મેટાળીયા નાગરભાઈ જીડીયા, મૂળજીભાઈ પરાલીયા, રમેશ મેર
અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઓઝા સાહેબ સહિત ઉપસ્થિત રહ્યા હતા.સર્વોદય સ્કૂલના આંગણેગ્રામજનો,વાલીઓ,આગેવાનો, જિલ્લા શાળા સંચાલક મંડળ અને સાયલા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો તેમ જ સાયલા તાલુકા કવોરી એસોસિયેશનના આગેવાનોએ ઉપસ્થિત રહી દાતાઓનું અભિવાદન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલક વિનોદભાઈ મેર, આસુબેન મેર ટ્રસ્ટી મથુરભાઈ ગોયલ,પથાભાઈ સરવૈયા, રાજેશભાઈ કાલીયા અને શાળાના કર્મચારીઓએ જહે મત ઉઠાવી હતી
કાર્યક્રમનું સફળ સંચાલન દેવગઢ ગામના યુવાન મયુરભાઈ સાકરીયા એ કર્યું હતું.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા


