NARMADATILAKWADA

મહાશિવરાત્રીના પાવન અવસર પર તિલકવાડા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

મહાશિવરાત્રીના પાવન અવસર પર તિલકવાડા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

રીપોર્ટર વસિમ મેમણ

મહાશિવરાત્રી એ હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે હિન્દુઓના દેવી દેવતાઓમાં મુખ્ય સ્થાન ભગવાન શિવનું છે અને હિન્દુ લોકો ખાસ કરીને નિયમિત પણે ભગવાન શિવની ઉપાસના કરતા હોય છે તેઓનું માનવું છે કે અન્ય ભગવાન કરતાં ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને મહાશિવરાત્રીના પાવન તહેવાર ની ભારે હરસો ઉલ્લાશ સાથે ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા નગરમાં આવેલી બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની યશોદસી એ શિવ આરાધના નો દિવસ છે જેને મહાશિવરાત્રીના નામે ઓળખાય છે આ તહેવાર મનુષ્યને પાપ અન્યાય અને અનાચારથી દુર રાખીને શુદ્ધ પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે મહાશિવરાત્રી એ હિન્દુઓનો ધાર્મિક વ્યવહાર છે જે હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા મહાદેવ શિવની જન્મ જયંતી તરીકે ઉજવાય છે આ દિવસે શિવ ભક્તો અને શિવ માં આસ્થા ધરાવતા લોકો ઉપાસના અને ઉપવાસ રાખે છે અને ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે તેઓનિ માન્યતા છે કે કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મહાશિવરાત્રી કાળની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર એવી કાલ રાત્રી છે જે મનુષ્યને પાપ કર્મ અન્યાય અને અનાચારથી દુર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે આ તહેવારની સમગ્ર દેશમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા નગરમાં આવેલી બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા આ તહેવારની ઉજવણી કરતા નગરમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં નાના બાળકો રાધા કૃષ્ણ ગાંધીજી સુભાસચન્દ્ર બોઝ જેવા વિવિધ મહાનુભવોના પાત્ર સુંદર વેશભૂસા સાથે તૈયાર થઈ શોભાયાત્રા માં જોડાયા હતા અને ભગવાન શિવ ફરીથી અવતરણ લેશે તેવો સંદેશા આપવામાં આવ્યો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અને નગરજનો જોડાયા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!