GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગ્રામ પંચાયતનાં વિકાસ કામોની ગેરરીતિનાં આક્ષેપોની તપાસ શરૂ

તા.27/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોમાં ગેરરીતિની ફરિયાદો માટે ડીડીઓ ટીડીઓ સહિતની ટીમ બનાવીને તપાસ માટે આદેશ કરાયો હતો પરંતુ તપાસ સમયે ટીડીઓએ જે પંચાયત સામે ગેરરીતિની રજૂઆત છે તેના સદસ્યોને જ સાથે રાખતાં અરજદારોમાં અસંતોષ ઉભો થયો હતો લખતરમાં થયેલા અનેક કામોમાં ગેરરીતિની રજૂઆતો થઇ છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટીડીઓને અધિક મદદનીશ ઇજનેર તેમજ વિસ્તરણ અધિકારી સાથે ટીમ બનાવી તપાસ સમયે અરજદાર,પંચાયતના ઉપસરપંચ તેમજ સદસ્ય પ્રવીણભાઈ મારુણીયાને સાથે રાખવા જણાવ્યું હતું આ તપાસ સમયે જે સ્થાનિક પંચાયત વિરૂદ્ધ રજૂઆત છે તે જ પંચાયતના કામ કરનાર સદસ્યને ટીડીઓએ સાથે રાખી તપાસ કરતા અરજદારમાં અસંતોષ ફેલાયો હતો સદસ્ય પ્રવીણભાઈએ જણાવ્યું કે તપાસ સમયે અધિકારીએ અમો તેમજ અરજદારને તમારી મનમાની પૂર્વક મારી કામગીરી નહીં થાય તેવું જણાવ્યું હતું ઉપસરપંચ હીરાબેને જણાવ્યું કે, લખતરમાં વચલી ફળી એક જ છે ત્યાં માટે બ્લોક મંજૂર થયેલા તે અન્ય વિસ્તારને વચલી ફળી દર્શાવીને નાંખી દીધેલા છે ટીડીઓ એ.વી. પારઘીએ જણાવ્યું કે, તપાસના અહેવાલ પ્રમાણે કાર્યવાહી કરાશે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!