GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાના નિર્ણયને આવકારતા નગરપાલિકા પ્રમુખ

તા.0202/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મહાનગરપાલિકા બનતા લોકોની સુખાકારીમાં વધારો થશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે – પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત, આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં રાજ્યની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારતા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટમાં ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે આમાં સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો પણ સમાવેશ થયો છે એ આપણા સૌ માટે આનંદની વાત છે સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાની ઘણા સમયથી આવશ્યકતા હતી મહાનગરપાલિકા બનવાની સાથે જ સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝપડથી પ્રગતિ કરશે વધુમાં પ્રમુખએ આનંદ સાથે ઉમેર્યું હતું કે મહાનગરપાલિકા બનતા લોકોની સુખાકારીમાં વધારો થશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે અત્રે ઉલ્લેખનીય છે કે, સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગર પાલિકામાંથી રૂપાંતર કરી મહા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!