હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલમાં સ્થાપના દિવસ ની ઉજવણી કરાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૭.૨૦૨૪
હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ માં શાળા ને 32 વર્ષ પૂર્ણ થયા અને 33 માં વર્ષમાં પ્રવેશ કર્યો તે અંતર્ગત મંગવારના રોજ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.આજથી 32 વર્ષ પહેલાં તા-02/07/1992 ના રોજ હાલોલ નગરમાં વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ શાળા ની શરૂઆત થઈ અને તે દિવસ હતો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આ ભૂતકાળના સ્મરણો ના સાક્ષી એવા શાળાના
કે.જી વિભાગ ના સુપરવાઈઝર અલ્પાબેન શાહ દ્વારા બાળકો સમક્ષ શાળા સ્થાપના અંગે ની માહિતી રજુ કરવામાં આવી હતી અને શાળાના બાળકો દ્વારા “મારી શાળા” અંગે નું વક્તવ્ય આપવામાં આવ્યું કાર્યક્રમ ના અંતે સુપરવાઈઝર અલ્પાબેન શાહ ને સુપરવાઈઝર મિલનકુમાર શાહ એ વિદ્યાર્થી ને શુભેશચ્છા પાઠવામાં આવી હતી તેમજ શાળાના સ્વયં-સેવક(વોલેન્ટીયર્સ) બાળકો દ્વારા તેમનાં દરેક ગુરૂજનો અને શાળાના અન્ય કાર્યકર્તા ભાઈ-બહેનો નો આભાર માની દરેક ગુરૂજનો અને અન્ય કાર્ય-કર્તા ભાઈ બહેનો ને “આભાર કાર્ડ” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હર્ષાબેન શુકલ એ સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી હતી.