GUJARATSABARKANTHA
હોમગાર્ડઝ કલ્યાણ નિધિ સહાય ફંડ માંથી ચેક વિતરણ
સાબરકાંઠા હોમગાર્ડઝ જિલ્લા કચેરી ના પ્રયત્ન થકી હોમગાર્ડઝ કલ્યાણનિધિ સહાય માંથી તાજપુરકેમ્પ હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડઝ સભ્ય સ્વ શ્રી ભરતભાઈ ડી. પંડ્યા નાઓનું સામાન્ય સંજોગોમાં અવસાન થતાં હોમગાર્ડઝ કલ્યાણ નિધિ અવસાન સહાય મંજુર થતાં રૂપિયા ૧૫૫૦૦૦/- સહાય રૂપિયા (એક લાખ પંચાવન હજાર )નો ચેક એમના ધર્મ પત્ની ગં. સ્વ. સંગીતાબેન ભરત ભાઈ પંડ્યા નાઓ ને ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં જિલ્લા કમાન્ડન્ડ શ્રી એન એમ ચૌહાણ તેમજ તાજપુર કેમ્પ ઓફિસર કમાન્ડિંગ અને જિલ્લા ઓફિસ સ્ટાફ હાજર રહ્યા હતા. આ એક નિષ્કામ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.