GUJARATJUNAGADHJUNAGADH RURAL

૧૧ – પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અને  ડૉ. મનસુખ માંડવિયા  પોરબંદર જિલ્લાના પ્રવાસે

૧૧ – પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અને  ડૉ. મનસુખ માંડવિયા  પોરબંદર જિલ્લાના પ્રવાસે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
પોરબંદર : ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
તા.૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ સોમનાથ અને પોરબંદરના પ્રવાસ અર્થે આવનાર છે.
આ પ્રવાસ દરમિયાન તેઓ તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૫, ગુરુવારના રોજ બપોરે ૧૨.૩૦ વાગ્યે વેરાવળ ખાતે સુષ્ટિના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના દર્શન  કરશે.
ત્યારબાદ ગુરુવાર સાંજે ૦૪.૦૦ વાગ્યે મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડીફેન્સ એક્ઝિબિશન, કે.એચ.માધવાણી કોલેજ, પોરબંદર ખાતે હાજરી આપશે. સાંજે ૦૪.૩૦ વાગ્યે તેઓ ‘At Home’ કાર્યક્રમ, જવાહર નવોદય સ્કુલ, પોરબંદર ખાતે હાજરી આપશે. સાંજે ૦૬.૩૦ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ, કે.એચ.માધવાણી કોલેજ, પોરબંદર ખાતે હાજરી આપશે.
તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવારના રોજ તેઓ સવારે ૦૯.૩૦ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજયકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં, કે.એચ.માધવાણી કોલેજ, પોરબંદર ખાતે હાજરી આપશે.
તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૫, શનિવારના રોજ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે સવારે ૦૯.૦૦ વાગ્યે જન્માષ્ટમી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ સવારે ૧૧.૦૦ વાગ્યે હણોલ ગામ ખાતે હણોલ ગ્રામ સમિતિ દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

Back to top button
error: Content is protected !!