બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
SRF Foundation દ્વારા SRF FOUNDATION OFFICE – BHARUCH ખાતે HM LEADERSHIP MEETINGનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ તાલુકા વિસ્તારની ૧૨ પ્રોજેક્ટ શાળાના આચાર્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં શાળાનાં તમામ આચાર્યો અને SRF ટીમે હાજરી આપી હતી.
આ મીટિંગની શરૂઆત શ્લોક દ્વારા કરવામાં આવી હતી. હાજર તમામ આચાર્યશ્રીઓનું સન્માન ગુલાબનો છોડ આપી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીતુભાઈ દ્વારા મીટિંગનો મુખ્ય હેતુ જણાવવામાં આવ્યો હતો. જેમકે, SRF Foundation શાળામાં 2025/26 નવા વર્ષમાં કઈ રીતે કામગીરી કરશે. શાળા અને કોમ્યુનિટીની ભાગીદારી કઈ રીતે હશે અને SRF Foundation કઈ રીતે ભાગીદાર બનશે તેની સંપૂર્ણ સમજ આ મીટિંગના માધ્યમથી તમામ આચાર્યોને આપવામાં આવી હતી.
આ મીટિંગમાં જીગ્નેશભાઈ ખ્રિસ્તી, પ્રોગ્રામ ઓફિસર, SRF Foundation – Bharuchના દ્વારા શિક્ષકો, કોમ્યુનિટીની ભાગીદારી, SRFF અને વિદ્યાર્થીઓના અનુસંધાનમાં વિવિધ બાબતોની સમજ મીટિંગમાં આપવામાં આવી હતી. જે અંગે તમામ આચાર્યોએ જુથ ચર્ચા – વિચારણા કરી આગામી સમયમાં કઈ પ્રવુત્તિ કયા માસમાં કરી શકાય તે અંગે એક મોટું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. જે તે ચર્ચા ઉપર આચાર્યોએ પોતાના મંતવ્યો, વિચારો તથા સારા નરસા પાસઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને બાળકોના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઈ જે તે નિર્ણયો લેવામાં આવ્યા હતા. શાળામાં શિક્ષકોની ઘટ અને સમયને ધ્યાનમાં રાખીને FLN પર બાળકો સાથે કઈ રીતે કામ કરી શકાય તે અંગે ઊંડા વિચારો કરવામાં આવ્યા હતા.
સામાજિક વિજ્ઞાન ખંડ અંગે ચર્ચા કરવામાં આવી હતી કે, આ પ્રોજેક્ટ શાળાઓમાંથી જ્યાં ભૌતિક સુવિધા, આચાર્યની અને સામાજિક વિજ્ઞાન શિક્ષકની તત્પરતા તથા વિદ્યાર્થીઓની ભાગીદારી હોય તેવી શાળામાં સામાજિક વિજ્ઞાન ખંડનું નિર્માણ કરવામાં આવશે અને જો આ કાર્યમાં સફળતા મળશે તો ચોક્કસથી આવનાર સમયમાં બાકીની શાળાઓમાં પણ સામાજિક વિજ્ઞાન ખંડનું નિર્માણ કરવામાં આવશે જેમાં DIET BHARUCHનું પણ માર્ગદર્શન મેળવવામાં આવશે જેથી આવતી તમામ મર્યાદાઓને નિવારી શકાય.
શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય તેમાં ગામ કોમ્યુનિટીના સહકારથી શાળા કઈ રીતે મદદ મેળવી શકે અને તેમાં તાલુકા/જિલ્લા કક્ષાની અનુમતિ લઈ તેની સેવા શાળાને મળે તે અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આમ, તમામ મુદ્દાઓ આવરી લઈ સામૂહિક પરામર્શ કરી, ચોક્કસ સમય નકકી કરી, સુરુચિ ભોજન કરી મીટિંગની પૂર્ણાહુતિ કરવામાં
આવી હતી.