GUJARATIDARSABARKANTHA

૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તાર માટે અન્ય જિલ્લાના ૧૨ હજારથી વધુ ફોર્મ્સ આવ્યા

૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તાર માટે અન્ય જિલ્લાના ૧૨ હજારથી વધુ ફોર્મ્સ આવ્યા

*********

રાજ્યકક્ષાના એક્ષચેન્જ મેલા થકી મતદાન સાથે જોડાયેલા કર્મિઓ સરળતાથી મતદાન કરી શકે

********

૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તારમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે સરકારી કર્મચારી મતદાનથી વંચિત ન રહે તે માટે રાજ્યકક્ષાએ પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ નં. ૧૨ના એક્ષચેન્જ મેળો યોજાયો હતો. ૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તાર સાબરકાંઠા- અરવલ્લીમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠકો માટે અન્ય જિલ્લામાં ચૂંટણીમાં ફરજ બજાવતા ૧૨ હજારથી વધુ સરકારી કર્મચારીના પોસ્ટલ બેલેટ ફોર્મ નં. ૧૨ જિલ્લામાં આવ્યા છે. જેની ચકાસણી મતદાર યાદી સાથે કરવામાં આવી રહી છે. આ સાથે સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા અન્ય જિલ્લાના ૧૫૦૦ કર્મચારીઓના ફોર્મ નં. ૧૨ આ એક્ષચેન્જ મેલા થકી જે તે સંસદીય મતવિસ્તારમાં પહોચાડવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યની ૨૬ લોકસભા સંસદીય બેઠકો માટે ૩૩-૩૩ જિલ્લાના સરકારી કર્મચારીઓ દ્રારા પોસ્ટલ બેલેટ થકી ૧૦૦% મતદાન થાય તે માટે એક નવીન પહેલ કરાઇ છે. જેમાં એક જ જગ્યાએ ફોમ્સ અને ત્યાર બાદ જે તે વિસ્તારના પોસ્ટલ બેલેટની આપ –લે થવાથી રાજ્યના એક પણ નાગરીક પોતાના મતાધિકારથી વંચિત નહી રહે તેમજ આ પ્રક્રિયા સરળ અને સહજ બની રહેશે. અગાઉના સમયમાં પોસ્ટ દ્રારા પોસ્ટલ બેલેટ વિતરણ થતુ હોઇ કેટલાક લોકોને કોઇ કારણોસર બેલેટ ન મળવાથી કે મોડુ મળવાથી મતદાનથી વંચિત રહી જતા હતા. જેના કારણે રાજય ચુંટણી પંચ દ્રારા આ વ્યવસ્થા ગોઢવવામાં આવી છે. તા. ૧૮ એપ્રિલે પ્રથમ એક્ષચેન્જ મેળો યોજાયો હતો. બીજો એક્ષચેન્જ મેળો તા. ૨૭ એપ્રિલ ૨૦૨૪ ના રોજ યોજાશે. જેમાં પોસ્ટલ બેલેટની આપ-લે થશે. જ્યારે ત્રીજા મેળામાં મતદાન થયેલ પોસ્ટલ બેલેટની આપ-લે થશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!