હાલોલના જાંબુડી ખાતે 1 કરોડ 76 લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા ઉપર પોલીસે બુલડોઝર ફેરવી નાશ કર્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧૧.૨૦૨૫
હાલોલ ડિવિઝન માં આવતા છ પોલીસ મથક માં પાછલા વર્ષ માં પ્રોહિબિશન ના નોંધાયેલ 164 ગુના માં રૂ 1.76 કરોડ ઉપરાંત નો ઝડપાયેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની નાની મોટી મળી કુલ 1,22,073 બોટલ તેમજ બીયર ટીન ઉપર હાલોલ પ્રાંત અધિકારી,નાયબ પોલીસ અધિક્ષક હાલોલ, નશાબંધી અધિકારી, હાલોલ શહેર અને ગ્રામ્ય પોલીસ મથક ના પી.આઇ તેમજ તમામ પોલીસ મથક ના પી એસ આઈ અને પોલીસ કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં આજે મંગળવાર ના રોજ પાવાગઢ ની તળેટી માં આવેલ હાલોલ જાંબુડી ખાતે દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.આધારભૂત વર્તુળ દ્વાર પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ડિવિઝન માં આવેલ હાલોલ શહેર,હાલોલ ગ્રામ્ય, દામાવાવ, રાજગઢ, જાંબુઘોડા, અને પાવાગઢ આમ છ પોલીસ મથક માં પાછલા વર્ષમાં કુલ 164 પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા.જેમાં રાજગઢ પોલીસ મથકે 55 ગુનામાં 16.20 લાખનો,જાંબુઘોડા પોલીસ મથકમાં 10 ગુનામાં 11.94 લાખનો,પાવાગઢ પોલીસ મથક માં 13 ગુનામાં 5.96 લાખનો, દામાવાવ પોલીસ મથકે 64 ગુનામાં 85.73 લાખ નો હાલોલ ટાઉન પોલીસ મથકે 8 ગુનામાં 3.15 લાખનો તેમજ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે 14 ગુનામાં 53.10 લાખના જથ્થા સાથે કુલ 1,76,10,579/- નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો હતો.રેડ દરમ્યાન ઝડપાયેલ મુદ્દામાલ માં 1,22,073 દારૂની નાની મોટી બોટલો તેમજ બીયર ટીન નો પાવાગઢ ની તળેટીમાં આવેલ જાંબુડી ખાતે આજે મંગળવાર ના રોજ સવાર થી જ હાલોલ પ્રાંત અધિકારી ઇપ્પલ્લાપલ્લી સુસ્મિતા,હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, હાલોલ ઈ.મામલતદાર કલ્પિત સેવક નશાબંધી અધિકારી ગોધરા સહીત હાલોલ શહેર અને ગ્રામ્ય પોલીસ મથક ના પી.આઇ તેમજ છ પોલીસ મથક ના પી એસ આઈ, પોલીસ કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. હાલોલ ના જાંબુડી ખાતે પોલીસ ના હાથે ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો હોવાની વાત ફેલાતા લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા.









