આણંદ કેમિકલ ભરેલા પિકઅપ-ટ્રક વચ્ચેના અકસ્માત બાદ 1 મહિલા 1 પુરુસ નો જીવ ગયો

આણંદ કેમિકલ ભરેલા પિકઅપ-ટ્રક વચ્ચેના અકસ્માત બાદ 1 મહિલા 1 પુરુસ નો જીવ ગયો
તાહિર મેમણ – આણંદ – 15/12/2205 -આણંદ જિલ્લામાં એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ ડાલુ અથડાતા બે લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનની ટક્કર બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથુ થઇ ગયા હતા. આણંદના વાસદ-બોરસદ હાઈવે પર આવેલા અંબાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક ટક્કર બાદ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 2 લોકોના જીવતા ભડથું થતાં જીવ ગયો
પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે પીકઅપ વાન રોડની વચ્ચે બગડી ગઈ હતી અને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રક ધડાકાભેર પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે મોટો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ બંને વાહનોમાં ગણતરીની મિનિટોમાં જ ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે વાહનોમાં હાજર 2 લોકો આગમાં જીવતા ભડથું થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા.




