સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત કચેરીને ખેરાળી રોડ પર લઇ જવા સામે ઉઠયો વિરોધનો સૂર

તા.27/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ઘણા સમયથી જર્જરિત થઇ ગઇ હોવાથી પાડી નવું બનાવવા માટે માંગ ઊઠી છે ત્યારે જિલ્લા પંચાયત કચેરી ખેરાળી રોડ પર ન બનાવી મૂળ સ્થાને બનાવવા અને સ્થળ ફેરફાર ન કરવા માટે લેખિત રજૂઆત કરી સમાજ સુરક્ષા પરિષદ અધ્યક્ષે માંગ કરી છે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી જિલ્લા પંચાયત કચેરી જર્જરિત થઇ જતાં તે પાડી નવું બનાવવા માટે મંજૂરી મળી હતી પરંતુ કામ ચાલુ ન થતા હાલ ભાડાના મકાનમાં ચલાવાઇ રહી છે ત્યારે આ જિલ્લા પંચાયત કચેરી ખેરાળી રોડ પર આવેલ જગ્યાએ લઇ જવાની હીલચાલનો વિરોધ થઇ રહ્યો છે જે અંગે સમાજ સુરક્ષા પરિષદના અધ્યક્ષે જી. એલ. મકવાણાએ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ પંચાયતને લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર જૂનુું બિલ્ડિંગ પાડી નવું બનાવવા સ્થળ ફેરફાર ન થવા દેવા જિલ્લા વિકાસ અધિકારીની કચેરી હયાતવાળા મકાનની સ્થિતી સારી હોઇ આ મકાનનો ઉપયોગ અન્ય કચેરી માટે કરવા તથા જિલ્લા નવી જિલ્લા પંચાયત કચેરી કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરી બનાવવા માટે 26-11-18થી મહેસૂલ વિભાગ ગાંધીનગર ખેરાળી ગામે 07-00-08 ચોમી જમીન દરખાસ્ત કરેલ છે.



