કુસ્તી સ્પર્ધામાં શાળા નં.૧૮ના ૧૦ ખેલાડીઓ વિજેતા


જામનગર (ભરત ભોગાયતા)
તાજેતરના
ખેલ મહાકુંભ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ન.પ્રા.શિ.સ. ની શાળા નં.૧૮ના કુલ ૧૨ ખેલાડીઓમાંથી ૧૦ એ નંબર મેળવ્યા હતાં. બહેનોની કુસ્તીસ્પર્ધામાં ૨૬-૩૦ વજન કિ.ગ્રા. જૂથમાં મુન્નીકુમારી દુબે– પ્રથમ, ૩૦-૩૩ વજન કિ.ગ્રા. જૂથમાં દેવાંશી ડી.પાગડા – પ્રથમ, મેઘના લિંબડ–દ્વિતીય, ૩૩-૩૬ વજન કિ.ગ્રા. જૂથમાં ચાંદની શાહ –દ્વિતીય, હેત્વી કણજારિયા અને નાથી વિજાણી–તૃતીય, ૩૬-૩૯ વજન કિ.ગ્રા. જૂથમાં કોમલ રાઠોડ- દ્વિતીય, ૩૯-૪૨ વજન કિ.ગ્રા. જૂથમાં શ્રુતિ પાડલિયા –પ્રથમ, મયુરી ડાભી –દ્વિતીય અને ચેતના વાઘેલાએ તૃતીય નંબર મેળવ્યો હતો. જેમાં કોચ તરીકે દિપક પાગડા અને પરીતા કુંડલિયા અને મેનેજર તરીકે રામગોપાલ મિશ્રા હતા વિજેતા સ્પર્ધકો જામનગર શહેરનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.શાળા પરિવારે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.




