ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ

10 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પિયત અને બિન પિયત બંને પાકો માટે સમાન સહાય: રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય
કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન થયું હતું સરકારના રાહત- સહાય પેકેજ માટે આભાર:- વાસણા-જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોર આ સહાયથી અમે ફરીથી ખેતી શરૂ કરી શકીશું: ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ઉત્તમ નિર્ણય કર્યો:- રાણોલ ગામના ખેડૂત ચેહરાભાઈ પાંત્રોડરાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત – સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું રૂ.૧૦ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.
આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાના વાસણા-જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બોલાવીને ખેડૂતો માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું માતબર પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમે રાજ્ય સરકારના આભારી છીએ.દાંતીવાડા તાલુકાના રાણોલ ગામના ખેડૂત ચેહરાભાઈ પાંત્રોડે જણાવ્યું કે, આ સહાયથી અમારા જેવા ખેડૂતોને મોટું સંબળ મળશે અને અમે ફરીથી ખેતી શરૂ કરી શકીશું. રાજ્ય સરકારે ખરેખર ખેડૂતોના હિતમાં ઉત્તમ નિર્ણય કર્યો છે તે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ આ પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરના કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે હેક્ટર દીઠ રૂ. ૨૨૦૦૦ની સહાય, મહત્તમ બે હેક્ટર સુધી, ખેડૂતોને મળશે.રાજ્ય સરકાર હંમેશા ધરતીપુત્રોના પડખે રહીને કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓને હળવી કરવા પ્રતિબદ્ધ રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ ઐતિહાસિક નિર્ણય ખેડૂતો માટે આશાની કિરણ બની રહ્યો છે.






