DAHODDEVGADH BARIAGUJARAT

દે.બારિયાના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રુવાબારી સબ સેન્ટર ખાતે ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અંતર્ગત આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

તા.૧૦.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De. Bariya:દેવગઢ બારિયાના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રુવાબારી સબ સેન્ટર ખાતે ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અંતર્ગત આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

જન-જનનું રાખો ધ્યાન — ટીબી મુક્ત ભારત અભિયાન ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે દેવગઢ બારિયા તાલુકાના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રુવાબારી સબ સેન્ટર ખાતે ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અંતર્ગત આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ પોર્ટેબલ x-ray દ્વારા કુલ 205 લાભાર્થીઓના એક્ષરે કરવામાં આવ્યા હતા. સાથે સાથે લાભાર્થીઓની નીચે મુજબની આરોગ્ય તપાસો પણ યોજાઈ: વજન ઊંચાઈ ડાયાબિટીસ બ્લડ પ્રેશર HIV તપાસ અન્ય જરૂરી ક્લિનિકલ તપાસો કરવામાં આવી હતી.આ અભિયાનને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો કલ્પેશ બારીયા તથા મેડિકલ ઓફિસર ડો આલમ, પ્રકાશ ભુરીયાની અધ્યક્ષતા હેઠળ સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ.આ શિબિરને સફળ બનાવવા MPHS, CHO, MPHW, આશા કાર્યકરો તેમજ આરોગ્ય કેન્દ્રની સંપૂર્ણ ટીમ દ્વારા સક્રિય સહયોગ અને સેવાભાવી ભાવનાથી કામગીરી કરવામાં આવી.કાર્યક્રમ દરમિયાન તાલુકા ટીબી સુપર વાઇઝર ધીરજ પરમાર દ્વારા સ્થાનિક લોકોને ટીબીના લક્ષણો, જરૂરી કાળજી, સમયસર નિદાન અને નિયમિત સારવારની મહત્વતા અંગે વ્યાપક જાગૃતિ અપાઈ. સમયસર સારવાર દ્વારા ટીબી સંપૂર્ણપણે મટી શકે છે તેવી માહિતી પણ પહોંચાડવામાં આવી

Back to top button
error: Content is protected !!