
તા.૨૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ધાવડીયા ખાતે આજ રોજ”રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” દરમિયાન પોર્ટેબલ X-Ray દ્વારા 111 X-Ray પાડવામાં આવ્યા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડો.આર. ડી.પહાડીયા ,તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. તુષાર ભાભોર અને Phc ના મેડિકલ ઓફિસર ડો લક્ષ્મી ડામોર અને ડો જયદીપ વસૈયા ના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અભિયાન દરમિયાન પોર્ટલ X-Ray દ્વારા જુદી-જુદી કેટેગરીના કુલ- 111 લાભાર્થીના X-Ray પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન HEIGHT, WEIGHT, HIV, RBS Screening etc…… કરવામાં આવ્યુ.જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન…





