ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં એક જ IMEI નંબર પર ચાલતા 101 શંકાસ્પદ મોબાઇલ જપ્ત – કુલ કિંમત ₹3,19,400

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં એક જ IMEI નંબર પર ચાલતા 101 શંકાસ્પદ મોબાઇલ જપ્ત – કુલ કિંમત ₹3,19,400

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોનના ખરીદ-વેચાણ અને IMEI નંબર ચેન્જ કરવાની પ્રવૃત્તિ સામે એસ.ઓ.જી. ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોડાસા સહિત જિલ્લામાં ચાલી રહેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે મળેલી બાતમીના આધારે ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને વિશ્લેષણ કર્યું હતું.તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી કે એક જ IMEI નંબર પર જુદા-જુદા કંપનીના અનેક મોબાઇલ ફોન એક્ટિવ હતા. આથી ગેરરીતિથી IMEI નંબર બદલવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.એસ.ઓ.જી.ની ટીમ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસ બાદ કુલ 101 શંકાસ્પદ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેમની અંદાજિત કિંમત ₹3,19,400 જેટલી થાય છે.આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મોબાઇલ ધારકોની પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે કેટલાક લોકોએ અજાણતા સસ્તા ભાવે મોબાઇલ ખરીદ્યા હતા, જ્યારે કેટલીક કિસ્સામાં જાણતા હોતાં છતાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરેલા મોબાઇલ વપરાતા હોવાની શક્યતા છે.પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ ગેરકાયદેસર રીતે IMEI નંબર ચેન્જ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.અરવલ્લી એસ.ઓ.જી. પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર મોબાઇલ વેપાર કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે.

જપ્ત મુદ્દામાલ:

જુદી-જુદી કંપનીના કુલ 101 મોબાઇલ ફોન

કુલ કિંમત અંદાજે ₹3,19,400

Back to top button
error: Content is protected !!