અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડામાં બાયપાસ રોડને લઇ સ્થાનિક ખેડૂતોનો ઉગ્ર વિરોધ લીલછા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ
ભિલોડા ઇડર હાઇવે પર વધતા જતા ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત બાયપાસ રોડના પ્રોજેક્ટને લઈ સ્થાનિક આદિવાસી ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાયો હતો ખલવાડ મોહનપુર અને લીલછા ગામમાંથી vપસાર થનાર આ બાયપાસ રોડ માટે તંત્ર દ્વારા સર્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી શામળાજી થી ભિલોડા થઈને ઇડર જવાના માર્ગ પર ભિલોડા નગરમાં સર્જાતી ટ્રાફિકજામ ની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા બાયપાસ રોડની યોજના બનાવવામાં આવી છે આ પ્રોજેક્ટ માટે જમીન મુદ્દે સ્થાનિક ખેડૂતોએ સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તંત્ર દ્વારા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેની અંદર ડી વાય એસ પી, પી.આઈ સહિત સબ પોલીસ ઇન્સ્પેક્ટર નો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો તેમ જ આસપાસના ગામનો લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વિરોધ કર્યો હતો