
નરેશપરમાર. કરજણ
,


કરજણ નગરપાલિકા ની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાની શરૂવાત..
કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સોમવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપાની ટિકિટ માટે 28 સભ્યોની સામે કુલ 106 સંભવિત ઉમેદવારોએ ઉમેદવારી માટે ફોર્મ ભરેલ છે. ત્યારબાદ પ્રદેશમાંથી આવેલા ડોદ્દેદારો સાથે સંકલન બેઠક યોજાઈ હતી. સંકલન બેઠકમાં જે નામો નક્કી થશે તે પ્રદેશ કક્ષાએ જશે ત્યાંથી ટિકિટોની ફાળવણી કરાશે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજવાની છે ત્યારે ભાજપા દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી માટે કરજણ નગરપાલિકાના 7 વોર્ડમાં 28 બેઠકો માટે કાર્યકરો દ્વારા જેને ઉમેદવારી કરવી હોય તેઓ પાસેથી ટિકિટની માંગણી કરતા ફોર્મ સ્વીકારાયા હતા. જેમાં કુલ 1 થી 7 વોર્ડમાં થઈને 28 બેઠકો માટે વોર્ડ 1માં 16 ફોર્મ, વોર્ડ 2માં 17 ફોર્મ, વોર્ડ 3માં 18, વોર્ડ 4માં 16, વોર્ડ 5માં 11, વોર્ડ 6માં 22, વોર્ડ 7માં 6 આમ કુલ 28 જગ્યા સામે 106 ટિકિટ માટે માગણી કરેલ છે. જિલ્લા સંકલન જે નામો નક્કી કરાશે એ તમામ નામો પ્રદેશ કક્ષાએ મોક્લાશે. બાદમાં ટિકિટો જાહેર કરાશે.



