જી.ડી મોદી કૉલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા ગાંધી જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
3 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
ભારત સરકારની થીમ હેઠળ “स्वच्छता ही सेवा अभियान ” અંતર્ગત તારીખ:- 02, ઓક્ટોમ્બર, 2024 ગાંધીજયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રી જયંતિ નિમિતે જી. ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ, પાલનપુરના એન.એસ.એસ વિભાગના સ્વયંસેવકોએ પાલનપુરમાં કોલેજ નજીક આવેલ બસ પોર્ટ અને તેની આજુબાજુની સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં પર્યટનો મુસાફરી દ્વારા થયેલ ગંદકી અને પ્લાસ્ટિક તથા અન્ય પ્રકારનો ફેલાયેલો કચરો એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સંપૂર્ણ બસ પોર્ટની બહાર તથા માર્ગવિસ્તારની સાફ સફાઈ કરી હતી અને લોકમાં જાગૃતિ માટે રેલુનું પણ આયોજન કરીને ગાંધીબાપુ તથા લાલબહાદુર શાસ્ત્રીજીની અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી. આ સંપૂર્ણ કાર્યક્રમ કૉલેજના આચાર્યશ્રી ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના નેતૃત્વ હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજયભાઈ પ્રજાપતિ તથા ડૉ.પ્રતિક્ષાબેન પરમારે કયું હતું.