GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ‘હર ઘર તિરંગા’ પદયાત્રામાં હરખભેર જોડાતાં રતનપર ગામના નાગરિકો
તા.૧૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ‘હર ઘર તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ જનતાના હૃદયમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરવાનો છે.
રાજકોટ તાલુકાના રતનપર ગામ ખાતે ‘હર ઘર તિરંગા’ પદયાત્રા યોજાઈ હતી. જેમાં નાગરિકો હરખભેર જોડાયા હતાં. આ તિરંગા યાત્રામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકો રાષ્ટ્રધ્વજ લઈને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’નો જયઘોષ કરતા સમગ્ર ગામમાં ફરી વળ્યા હતા. આમ, ‘હર ઘર તિરંગા યાત્રા’થી ગ્રામજનોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો