108 EMRI-એમ્બ્યુલન્સ એટલે માર્ગો ઉપર દોડતી લાઇફલાઇન

જામનગર- દેવભૂમિ દ્વારકા -મોરબી જિલ્લાના હેડ મનવીર ડાંગરએ જણાવી વિગતો
હાલારમાં આ સેવા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી અગણીત EMT અગણીત પાયલોટ આ આશીર્વાદરૂપ સેવા આપી ચુક્યા છે
જામનગર (ભરત ભોગાયતા)
ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા ને સતર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે માત્ર જમીન નહી પાણી અને હવામાં ઉપલબ્ધ 108 એમ્બ્યુલન્સ સેવા દરદીઓ માટે આશીર્વાદ સમાન છે કેમકે જ્યારે કોઇ વ્યક્તિ ઓચીંતુ જ બિમાર પડે અને તેને સારવાર માટે હોસ્પીટલ પહોંચાડવામા આવે તે સમયની માંગ હોય છે ત્યારે ૧૦૮ની એમબ્યુલન્સ દરદીઓને સમયસર હોસ્પીટલે ક્રીટીકલ સમયમા પહોંચાડી સારવાર સાથે કનેક્ટ કરે છે તે ખૂબ જ સેવાનુ કાર્ય છે જે માટે ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી, પાયલોટ ની ખરિ જહેમત હોય છે તેમના ડીસ્ટ્રીક્ટ વાઇઝ હેડ તેમજ રીજીયન હેડ સ્ટેટ હેડ તે દરેક અને ૧૦૮ના કંટ્રોલરૂમના સ્ટાફ સહિત બધાની અથાગ જહેમત દરદી નારાયણ માટે આશીર્વાદ રૂપ બને છે
ત્યારે જામનગર , દેવભૂમિ દ્વારકા , મોરબી જીલ્લાના હેડ મનવીર ડાંગર જણાવે છે કે અમારા ઇએમટી અને પાયલોટ ફરજ ઉપર સુસજ્જ હોય છે તેમજ તાલીમ મેળવેલી હોય ક્વીક રીસ્પોન્સથી માંડી દરદીને હોસ્પીટલ પહોંચાડવા સુધીના દરેક સ્ટેપ કક્ષાએ જવાબદારીથી ફરજ બજાવતા હોય છે અને એ સૌ નુ અમને ગૌરવ છે તે સૌમાં શિસ્ત,સમય બદ્ધતા તેમજ નોલેજનો ત્રિવેણી સંગમ હોય છે સાથે સાથે શ્રી ડાંગર ઉમેરે છે કે અમારા ઉપરી અધીકારીઓ અમને સમયાંતરે રીફ્રેશર તાલીમ, મોટીવેશન,અડેશન,ઇન્સ્પાયરેશન પુરૂ પાડે છે તે રીતે અમે પણ સ્ટાફને જરૂરી પ્રોત્સાહન,જાણકારી અને માર્ગદર્શન આપતા રહીએ છીએ
નીચેની વિગતમાં આંકડા જોઇએ તો
પ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનુક્રમે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ અને ૨૦૨૫માં રોગવાઇઝ આકડા જોઇશુ સાથે જામનગર જીલ્લાના આજ રીતે ૨૦૨૩,૨૦૨૪ અને ૨૦૨૫ ના આંકડા જોઇશુ એટલે એક બિમારીમાં છ વખત આંકડા આવશે.
એબ્ડોમીનલ પેઇન-પેટના દુખાવાના અનુક્રમે 1612, 1929
1480,5021,3916, 4169 દરદીઓના કોલ હતા તો એલર્જીક રીએક્શનના અનુક્રમે43,36,16,95,95,78 દરદીઓના કોલ હતા જ્યારે વર્તણુક (સાયકીયાટ્રીક) સંબંધી 23,25,10,58,62,90 હતા તો શ્ર્વાસની તકલીફના 890,1218,874,2982,
2555,3365 હતા તો હાર્ટની તકલીફના કોલ1001,
1149,832,2982,2882,3121 જ્યે કન્વલઝન એટલેકે ફીટ આવી જવા અંગે,328,417,297,1042,
1377,1433 કોલ હતા અને COVID-19ના અનુક્રમે
5,3,2,10,13,17 કેસોમા કોલ હતા તો ડાયાબીટીક પ્રોબલેમના,178,261,169,608,602,637 કોલ હતા જ્યારે પર્યાવરણીય અસર થઇ હોય તેવા 5,9,8,22,3,
10 કેસ હતા તો હાઇ ફીવરના 969, 1014, 548, 2531,1790,1809 કોલ હતા તેમજ અચોક્કસ બનાવ અંગેના એટલે ક્યા કારણસર ઇજા કે તકલીફ થઇ તે કહી ન શકાય તેના 37,6,16,59,44,20 તેમજ પોઇઝનીંગના 354,374,234,962,1067, 1081 ઉપરાંત પ્રેગનન્સી રીલેટેડ 5496,5193,3010,13699,
11299,10768 અસહ્ય નબળાઇ કે પોષક દ્રવ્યો ઘટી જવાના 1,2,2,5,34,2 અસહ્ય માથાનો દુખાવો 83,
84,98,265,170,190 સ્ટ્રોક/પેરાલીસીસ 97,119,
97,313,435,433 ટ્રોમા(સીરીયસ ઇજા વાહન સિવાય) 1135,1312,855,3302,3510,3552
વાહનથી ઇજાઓના ,1243,1327,986,3556,
3328,3550 ચોક્કસ કાણ નક્કી ન થાય તેવા કેસ
1348,1462,774,3584,4608,5005 કોલ આવેલ હતા આ આંકડાઓ અંગેનુ કોષ્ટક આ અહેવાલ સાથે આપેલુ છે છતાય દરેક રોગના નામ પછી પ્રથમ ત્રણ અંકડા વર્ષ ૨૦૨૩,૨૦૨૪,૨૦૨૫(ઓગષ્ટ)ના બીજા ત્રણ આંકડા જામનગર જીલ્લાના વર્ષ ૨૦૨૩,૨૦૨૪ અને ૨૦૨૫ના ઓગષ્ટ સુધીના છે
દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મુખ્ય પ્રકારની બિમારીઓના જે ૧૦૮ ની એમ્બ્યુલન્સને કોલ આવ્યા છે તે જોઇએ. વર્ષ ૨૦૨૩ના અને વર્ષ ૨૦૨૪ના કેલેન્ડર વર્ષના એટલે કે જાન્યુઆરીથી ડીસેમ્બરના આંકડા છે જ્યારે વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી ઓગષ્ટ સુધીના આકડા છે
@બોક્સ
હાલારમાં દર બે દિવસે સાત લોકો ઝેરી દવા પીએ છે ………શું કામ??
હાલના સમયમા પારીવારીકઝઘડા, આડા સંબંધો,પરીક્ષં ભય,આર્થીક ભીંસ,ખેતીની નુકસાની વગેરે કારણસર હાલારમાં દર બે દિવસે સાત લોકો ઝેરી દવા પીએ છે જે સામાજીક રીતે એલાર્મ છે એકંદર અકસ્માત ઇજાઓ વધે છે,સ્ટ્રોક પણ વધે છે તો દર બે વરસે હાલારમા સાત લોકો ઝેરી દવા પીવે છે તેમજ પેટની તકલીફ ,શ્ર્વાસની તકલીફના પણ નોંધપાત્ર કેસોના કોલ ૧૦૮ ને આવે છે આ દરદીઓની સંખ્યા ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરે છે તે છે તે સિવાય બીજા વાહનો મા પણ દરદીઓ હોસ્પીટલ જતા હોય છે
______________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com






