ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં તરકવાડા ગામે 10 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, વિવિધ યોજના નો લાભ લાભાર્થીઓ એ લીધો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં તરકવાડા ગામે 10 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, વિવિધ યોજના નો લાભ લાભાર્થીઓ એ લીધો

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં તરકવાડા ગામે 10 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં તરકવાડા,ગેડ, રેલ્લાંવાડા, નવાગામ(ઇસરી ),છીટાદરા, કંટાળું, ઇસરી,ઘોરવાડા, પાણીબાર, ઝરડા, વલુણા,બેડઝ, ધાંધિયા સહીત 18 જેટલી ગ્રામ પંચાયત હસ્તક ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ સેવા સેતુમાં આવક જાતિના દાખલા, રેશનકાર્ડ ની કામગીરી, આધાર કાર્ડને લગતી કામગીરી, મેડિકલ સેવાઓ, કૃષિ પંચાયત,સમાજ કલ્યાણ, પશુપાલન, આદિજાતિ વિભાગની યોજનો, ફોરેસ્ટ વિભાગ સહીત અનેક લાભો ઝડપથી લાભાર્થી અને અરજદાર ને મળી રહે તે હેતુ થી સેવા સેતુ કાર્યક્રમ તરકવાડા પ્રાથમિક શાળામાં યોજાયો હતો અને અરદારો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમ નિમિત્તે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ધારાસભ્ય સહીત ગ્રામ પંચાયત ના સરપંચો હાજર રહ્યાં હતા અને કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો

 

Back to top button
error: Content is protected !!