વિજાપુર જંત્રાલ ગામે આવેલ કૂવા ના કાંઠા વાળી સધી માતાના મદિર ખાતે 11 કુંડી મહાયજ્ઞ યોજાયો

વિજાપુર જંત્રાલ ગામે આવેલ કૂવા ના કાંઠા વાળી સધી માતાના મદિર ખાતે 11 કુંડી મહાયજ્ઞ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જંત્રાલ ગામે આવેલ કૂવાના કાંઠા વાળી સધી માતા ના મંદિર ખાતે 11 કુંડી મહાયજ્ઞ વૈશાખ સુદ બીજ ના 29 તારીખે મંગળવારે યોજાયો હતો. આ મહાયજ્ઞ મા શોભાયાત્રા દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત ધજા આરોહણ 51 લીટર દૂધ થી માતાજી ના કૂવામાં અભિષેક રાસ ગરબા મહા આરતી સહિત ના કાર્યક્રમ યોજાયા હતા. મહાયજ્ઞ ના મુખ્ય પાટલા ના યજમાન મા હર્ષદ ભાઈ ચતુર ભાઇ પટેલ તેમજ પટેલ કાજલ બેન દીશાંત કુમાર તેમજ દ્રિતીય પાટલા જોષી પ્રકાશ ભાઈ સર્વોત્તમ ભાઈ તૃતીય પાટલો નડોડા નારસંગ ભાઈ તેમજ ચોથો પાટલો વિપાશા બેન પ્રિન્સ કુમાર યજમાન બન્યા હતા. આ કાર્યક્રમ મોટા દાતાઓ એ પોતાના યથા શક્તિ ફાળો આપ્યો હતો. જેમાં ભોજન પ્રસાદી દાતા યજ્ઞ ના દાતા ઓ તેમજ વિવિધ કામગીરી મા સમાજ ના લોકો એ જોડાઈ સેવાઓ પૂરી પાડી હતી. આ કાર્યક્રમ સમગ્ર જંત્રાલ ગામ માં એક તહેવાર જેવો માહોલ સર્જાયો હતો.




