GUJARAT
શિનોર તાલુકાનાં નર્મદા નદીના કિનારાના 11 ગામોને સાવચેતીનાં પગલે તંત્ર દ્વારા એલર્ટ કરાયા
ફૈઝ ખત્રી..શિનોર ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાનાં નર્મદા નદીના કિનારાના 11 ગામોને સાવચેતી નાં પગલે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા. શિનોર તાલુકાના અંબાલી,બરકાલ,દિવેર,માલસર,દરિયાપુરા, મોલેથા ગામને શિનોર વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરાયાં છે. તેમજ શિનોર ના ઝાંઝડ, કંજેઠા,શિનોર,માંડવા,સુરાશામળ ગામોને એલર્ટ કરાયાં છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.20 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા તંત્ર દ્વારા શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. શિનોર વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના પટમાં ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે.




