
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: જિલ્લા વહીવટી સંઘનો 11મો વહીવટી ગુણવત્તા સેમિનાર ધોલવાણી હાઈસ્કૂલ ખાતે યોજાયો
ધોલવાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી સંઘ દ્વારા 11મો વહીવટી ગુણવત્તા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન આર.જી. બારોટ કોલેજ કેમ્પસના ટ્રસ્ટી કીર્તિકુમાર બારોટના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય વહીવટી સંઘના પ્રમુખ મિતેષભાઈ મોદી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય વિનોદભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધીકારી ડૉ. ઉષાબેન ગામીત, સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્ર પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી. પટેલ, રાજ્ય વહીવટી સંઘના ઉપપ્રમુખ પ્રવિણસિંહ રાણા, મહીસાગર જિલ્લાના પ્રમુખ ડી.એન. રાઠોડ, પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, અક્ષરમ મોટર્સના માલિક આનંદકુમાર પટેલ, રાજ્ય મંડળના પંકજ રાજગુરુ, કમલેશભાઈ પટેલ, ડી.બી. ડાભી, લલિતભાઈ સુથાર, શાળા મંડળના ટ્રસ્ટી વિનોદરાય જોષી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોનીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધીકારી કચેરીના ઇ.આઈ. દશરથભાઈ નિનામાં, જયેશભાઈ પટેલ તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષક જ્યેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા પીપીટી માધ્યમથી વહીવટી કર્મચારીઓને મહત્વપૂર્ણ વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સાથે નિવૃત્ત થયેલા હોદ્દેદાર નારાયણભાઈ પટેલને શાલ અને મોમેન્ટો અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સેમિનાર વહીવટી કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા માટે ઉપયોગી સાબિત થયો હતો.





