DAHODGUJARAT

દાહોદના સ્ટેશન રોડ સ્વામિ વિવેકાનંદ સર્કલ ખાતે અકસ્માત સર્જાયો વૃદ્ધ ઈસમનુ ટ્રેકટરના ટાયર નીચે આવી જતા મોત

તા.૨૯.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના સ્ટેશન રોડ સ્વામિ વિવેકાનંદ સર્કલ ખાતે અકસ્માત સર્જાયો વૃદ્ધ ઈસમનુ ટ્રેકટરના ટાયર નીચે આવી જતા મોત

આજરોજ તા. ૨૯.૧૧.૨૦૨૪ ના શુક્રવારે ૧૨ કલાકે વાત કરીયેતો દાહોદ શહેરના ચાર થાબલાં વિસ્તાર નજીક બુરહાની સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય જૈનુદ્દીનભાઈ લીમડી વાલા જે પોતાના કબ્જાની એક્ટિવા મોપેડ બાઇક GJ.20.H.2710 લઈ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા.તે દરમ્યાન તે રસ્તા નજીક રખડતા ઢોરના લીધે એક્ટિવા મોપેડ ચાલકને ટક્કર વાગતા જૈનુદ્દીનભાઈ રોડ પર પડતા.ત્યારે નજીક થી પસાર થઈ રહેલ ટ્રેકટરમાં આવી જતા ટ્રેકટરનુ ટાયર એમના પર ચઢી જતા તેઓનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દાહોદ બી ડિવિઝન પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!