PLVની નવીન નિમણૂંક પાલનપુરની કચેરી ઘ્વારા કરવામાં આવી રહેલ છે જે માટે અરજી કરવા જાહેરાત
21 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રેસ નોટ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠાના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબશ્રી કુ. એસ. કે. બક્ષી સાહેબના અધ્યક્ષ સ્થાને પાલનપુર તેમજ સમગ્ર બનાસકાંઠામાં નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, નવી દીલ્હી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દવારા વખતો વખત રાખવામાં આવતા કાયદાકીય જાગૃતિના પ્રોગ્રામ તેમજ સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર આ જિલ્લામાં સારી રીતે થઈ શકે તે માટે પેરા લીગલ વોલેન્ટીયર્સ (PLV) ની નવીન નિમણૂંક અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરની કચેરી ઘ્વારા કરવામાં આવી રહેલ છે, જેમાં નીચે મુજબની લાયકાત જરૂરી છે
૧) ઉમેદવારે ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણની ધોરણ-૧૦ ની પરીક્ષા અથવા સરકાર ધ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અરજદારને દેવનાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી લખવાની તથા વાંચવાની સારી એવી વ્યાપક જાણકારી તેમજ ક્ષમતા હોવી જોઈએ.
2) જાહેરાતની તારીખે (તા.૧૮/૧૨/૨૦૨૪) ઉમેદવારની ન્યુનતમ વયમર્યાદા ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને મહતમ વય મર્યાદા ૬૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
3) અરજી કરવાની અંતિમ તારીખ : ૩૧/૧૨/૨૦૨૪ (ઓફિસ સમય સુધી) ની છે.
ㅠ) પી.એલ.વી. બનવા માટે શિક્ષક, નિવૃત શિક્ષક, નિવૃત સરકારી કર્મચારી, વરિષ્ટ નાગરિક, એમ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થી તેમજ અધ્યાપક, આંગણવાડી કાર્યકર્તા, ડોકટર/ફીઝીશીયન, વિદ્યાર્થી તેમજ કાયદાના વિદ્યાર્થી ( જ્યાં સુધી તેઓ વકીલાત માટે એનરોલ ન થાય ત્યાં સુધી), સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એન.જી.ઓ. અથવા કલબના સભ્યો, મહિલા ગૃપ/ મૈત્રી સંગમ/ સ્વયં સહાયતા સમૂહના સભ્યો, અન્ય કોઈ વ્યક્તિ કે જેને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અથવા તાલુકા કાનૂની સેવા સમિતિ સક્ષમ અને યોગ્ય સમજે.
4) પ્રત્યેક પેરા લીગલ વોલન્ટીયરને પ્રતિ કાર્ય દિવસ માટે રૂા.૪૦૦/- નું માનદ વેતન વાસ્તવિક કાર્ય કરેલ હોવાના આધાર પર ચુકવવામાં આવશે. આ સિવાય અન્ય કોઈપણ પ્રકારનું મહેનતાણું કે ચુકવણું ચુકવવામાં આવશે નહિ.
5) રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ સેવા ભાવ ધરાવતા હોય તેઓએ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુર અથવા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિમાંથી ફોર્મ મેળવી ભરી પાલનપુર અથવા તાલુકા કક્ષાએ આપવાનું રહેશે.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, બનાસકાંઠા-પાલનપુર,