કાલોલના વેપારીની અનોખી પહેલ.એક દીવસનો મોબાઈલ ઉપવાસ રાખ્યો.

તારીખ ૨૦/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં શિવાંશ એન્ટરપ્રાઇઝ-ઓનલાઈન કમ્પ્યુટર વર્કના માલિક શૈલેન્દ્રસિંહ ચૌહાણે એક અનોખી પહેલ કરી છે.મોબાઈલ નો ઉપવાસ.
પ્રાપ્ત વિગતો અનુસાર શૈલેન્દ્રસિંહ માતાજીના અનન્ય ભક્ત હોય ચૈત્રી અને શારદીય નવરાત્રી માં માતાજીના ઉપવાસ રાખતા હોય તેઓને આજના સમયે મોબાઇલ જે એક જોતા આજના સમયમાં એક વળગણ અને માનસિક રોગ તરફ ધકેલી જનાર હોય નવરાત્રિના ઉપવાસ દરમિયાન તેઓને વિચાર આવ્યો કે ઉપવાસ દરમિયાન ન કેવળ ભોજનનો ત્યાગ કરવો પરંતુ એવી પણ કેટલીક વસ્તુઓ, વિચાર કે આદતોનો પણ ત્યાગ કરી શકાય કે જે ઉપવાસ તરીકે લઈ શકાય આજના જમાનામાં લોકોને મોબાઈલના ઉપયોગનું દૂષણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે તેઓએ પ મી ઓક્ટોબર રવિવારના રોજ મોબાઈલનો ઉપવાસ રાખ્યો હતો જેમાં શનિવાર રાતથી સોમવાર સવાર સુધી મોબાઈલ નો ઉપયોગ બંધ રાખ્યો હતો જેમાં તેઓ મોબાઇલને અડવાથી અને વાપરવાથી દૂર રહ્યા હતા જરૂરી ફોન આવતા ત્યારે તે ફોન તેમની દીકરી રિસીવ કરી ફોન કરનારને આ અભિગમ થી પરિચિત કરતી, તદુપરાંત વેપારીએ પોતે પણ તેમના વોટસએપ ગ્રુપ અને બ્રોડકાસ્ટમાં દરેકને આ ઉપવાસ ની માહિતી આપી અને રવિવારના રોજ ફોન કે મેસેજ ન કરવા વિનંતી કરી અને ઉપવાસને સફળ બનાવવા માટે અનુરોધ કરેલ હતો. તેમ જ આ બાબત સ્ટેટસ પર મુકતા અન્ય એક મિત્ર પણ તેમના આ નિર્ણયથી પ્રભાવિત થઈ તે પોતે પણ આ અભિયાનમાં જોડાયા હતા અને તેમને પણ તે દિવસે મોબાઈલનો ઉપવાસ રાખ્યો હતો. તે ઉપવાસ સફળતાપૂર્વક પૂર્ણ થતાં હવે શૈલેન્દ્રસિંહ એવો એક નિર્ધાર કર્યો છે કે દરેક રવિવારે તે મોબાઈલના ડેટા બંધ રાખી અને સોશિયલ મીડિયા અને સોશિયલ સાઈટ થી દૂર રહી ફક્ત જરૂરી ફોન કોલ એકલા જ રિસીવ કરશે તે રીતે તે પોતાને મોબાઈલના વળગણ થી દૂર રાખી પરિવાર, બાળકોને, મિત્ર વર્તુળ અને સમાજ ને એક સુંદર સંદેશો આપેલ છે.ઘણા પરિવાર અને ખાસ કરીને બાળકોમાં મોબાઈલ નું જે વળગણ આજકાલ જોવા મળે છે તે જોતા મનોચિકિત્સકો પણ ચિંતા અનુભવે છે. તેવા સમયે કાલોલના આ વેપારીની પહેલ ખરેખર સરાહનીય છે અને અનુકરણિય છે.






