નવસારી જિલ્લાના ગાયત્રીબેન તલાટી સહિત રાજ્યના પાંચ યોગ કો-ઓર્ડીનેટરોને બેસ્ટ યોગ કોઓર્ડીનેટર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા…
નવસારી જિલ્લાના ગાયત્રીબેન તલાટી સહિત રાજ્યના પાંચ યોગ કો-ઓર્ડીનેટરોને બેસ્ટ યોગ કોઓર્ડીનેટર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા...
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની બેસ્ટ યોગ કો-ઓર્ડીનેટર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ગત રોજ યોગ સ્પર્ધા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધામાં નવસારી જિલ્લાના યોગ કોડીનેટર ગાયત્રીબેન તલાટીને ‘બેસ્ટ યોગ કોઓર્ડીનેટર-2024-25’ તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને પ્રોત્સાહક ઇનામ રૂ.21,000 નો ચેક પણ વિતરણ કરવામાં આવ્યો હતો.
યોગ કોર્ડીનેટર તરીકે 2024 25 માં સર્વ શ્રેષ્ઠ કાર્ય કરનાર પાંચ યોગ કોડીનેટરને રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો હતો. જેમાં ગાયત્રીબેન તલાટીએ છેલ્લા છ વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં અથાક પ્રયત્ન કરી નવસારી જિલ્લાના ઘરે ઘરે યોગ પહોંચાડવા બદલ તેમને રાજ્યકક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજીએ નવસારીના યોગ કોડીનેટર ગાયત્રીબેન તલાટીને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે યોગબોર્ડ નવસારી પરિવાર, નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.