વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સેવા પખવાડિયું કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા ગ્રામ પંચાયતમા ભવ્ય લાયબ્રેરી નું ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ એસ.ટી.મોરચાના મહામંત્રી પીયુષભાઇ પટેલની આગેવાનીમા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સેવા પખવાડીયા કાર્યક્રમના નવસારી જિલ્લા સહ સંયોજક રાકેશભાઈ શર્મા નવસારી જિલ્લા પંચાયતના સદસ્ય શિવેન્દ્રસિંહ સોલંકી વાંસદા તાલુકાના સંયોજક સંજયભાઈ બિરારી સહ સંયોજક ભૂપેન્દ્રભાઈ પટેલ લીરીલભાઇ પટેલ વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા તથા ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં સમાજ સેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.