BANASKANTHAGUJARAT

કાંકરેજ મામલતદાર કચેરીએ મૈત્રીકરાર રદ કરવા માટે રેલી કાઢી હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

હિન્દુ સમાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમલગ્ન અને મૈત્રી સંબંધોમાં સતત વધારો થઈ રહ્યો છે.આને નાથવા હિન્દુ સંગઠનો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસમાજ બ.કાં.જિલ્લા ના પ્રમુખ લલિતજી વાઘેલાની અધ્યક્ષ સ્થાને શિહોરી ખાતે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા માટે મિટિંગ યોજીને રેલી કાઢવામાં આવેકે.જેમાં માતા- પિતાની સંમતિ ફરજિયાત કરવા માટે સરકાર પાસે માંગ કરી છે. દીકરી કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે છે અને સમાજમાં કે પછી કોઈ અન્ય સમાજના છોકરા સાથે લગ્ન કરી લે છે અને આ મામલો પોલીસ સ્ટેશનમાં અને જેતે કૉર્ટમાં જાય છે ત્યારે છોકરી પોતાના માતા-પિતાને ઓળખવાનો ઇન્કાર કરે ત્યારે છોકરીના માબાપને ધરતી માર્ગ આપે તો સમાઈ જાય એવી સ્થિતિ સર્જાય છે.જેને નવ-નવ મહિના પેટ રાખી જન્મ આપ્યો અને ૧૮/૨૦ વર્ષ સુધી પોતાનો પરસેવો પાડી મોટી કરી હોય અને દીકરીના મુખેથી શબ્દ નીકળે કે હું મારા માતા-પિતા ને ઓળખતી નથી એવા વાક્યો બોલી ને માનવતાના ધજાગરા ઉડાવી દે છે. આ પ્રથાને નાબૂદ કરવા સમગ્ર ગુજરાતના જુદાજુદા જિલ્લા અને તાલુકામાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી મૈત્રી કરાર રદ કરવા અને પ્રેમ લગ્નમાં માતાપિતા ની સંમતિ ફરજિયાત કરવા માટે મિટીંગો અને રેલીઓ કાઢી માંગણીઓ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર ને તા. ૨૫/૦૯/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ આવેદનપત્ર આપ્યું હતું.આ મામલે સરકાર સુધી પહોંચાડવા માટે ખાત્રી આપી હતી.આ રેલી માં સતિષભાઈ પટેલ મહેસાણા, અમરાભાઈ ચૌધરી,શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ થરાના પ્રમુખ ભુપતજી મકવાણા, સી.વી. ઠાકોર,નરેશજી ઠાકોર વડા સહિત મોટી સંખ્યામાં અઢારે આલમના લોકો હાજર રહ્યા હતા અને મૈત્રી કરાર રદ કરવામાં આવે તેવા નારા લગાવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!