GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં હયાતી ખરાઈ, પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન ફરજિયાત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૨: નવસારી જિલ્લામાં હાલ 56000 જેટલી ગંગા સ્વરૂપા બહેનો આર્થિક સહાય યોજનાના લાભાર્થી તરીકે નોંધાયેલ છે. તેમને દર મહિને રૂ.૧૨૫૦/- ડી.બી.ટી.ના માધ્યમથી સીધી ચુકવણી તેમના બચત ખાતામાં કરવામાં આવે છે. નિયમિત સહાય ચાલુ રહે તથા કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી નવસારી દ્વારા હયાતી ખરાઈ તથા પુનઃલગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન મામલતદાર કચેરી ખાતે ફરજિયાત કરવા અપીલ કરવામાં આવી છે.

જેમાં ગંગા સ્વરૂપા (વિધવા સહાય) યોજનાના તમામ લાભાર્થીઓએ પોતાની હયાતીની ખરાઈ તાત્કાલીક અસરથી મામલતદાર કચેરી ખાતે કરાવવી જરૂરી છે.18 થી 50 વર્ષ વયના લાભાર્થીઓએ પુનઃલગ્ન ન કર્યા અંગેનો તલાટીશ્રીનો દાખલો પણ મામલતદાર કચેરી ખાતે રજૂ કરવાનો રહેશે. જે લાભાર્થી બહેનોનું અવસાન થયેલ હોય, ખાતે તેમના કુટુંબીજનોએ ગ્રામ પંચાયત/નગરપાલિકામાં મરણ નોંધણી કરાવવી અનિવાર્ય છે. તેમજ મરણનો દાખલો મામલતદાર કચેરીમાં જમા કરાવવો જરૂરી છે. જો મરણ બાદ પણ સહાય જમા થતી રહે છે તો સંબંધિત રકમની રિકવરી કરવામાં આવશે.

ઉપરોક્ત બાબતો અંગે મામલતદાર કચેરી નવસારી સીટી ખાતે ગોવિંદભાઈ, નવસારી ગ્રામ્ય ખાતે ભાવેશભાઈ, જલાલપોર તાલુકા ખાતે સંદિપભાઈ, ચીખલી તાલુકા ખાતે ભાવિનીબેન, વાંસદા તાલુકા ખાતે સંપતભાઈ, ગણદેવી તાલુકા ખાતે વૈશાલીબેન,  અને ખેરગામ તાલુકા ખાતે ચંપકભાઈ તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, માન સરોવર એપાર્ટમેન્ટ, કબીલપોર પોસ્ટ ઓફિસ સામે, કબીલપોર બજાર રોડ, નવસારી ખાતે કિર્તિભાઈનો સંપર્ક કરવો. (ફોન નં—-02637-248846) એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!