AHAVADANGGUJARAT

આયુષ્યમાન ભારત: ડાંગ જિલ્લામાં કુલ ૪૮૮૭ લાભાર્થીઓએ રૂ. ૧૧.૨૫ કરોડની વિના મુલ્યે સારવાર મેળવી…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

*ડાંગ જિલ્લાના ૨.૪૮ લાખથી વધુ લોકો પ્રધાનમંત્રી જન આરોગ્ય (આયુષ્માન ) યોજના હેઠળ સુરક્ષિત:*

*ઘેર બેઠા જાતે જ બનાવો આયુષ્માન કાર્ડ: જાણો આયુષ્માન એપ દ્વારા ઈ-કેવાયસી (e-KYC) કરવાની સરળ રીત*

સરકારશ્રી એ ગરીબ અને નબળા વર્ગના લોકોના સ્વાસ્થ્યની ચિંતા  કરીને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલી બનાવી છે. આ યોજનાનો લાભ લઈને રાજયના લોકો તદન મફત સારવારનો લાભ મેળવી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સફળ થયેલી આવી જ એક યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY).  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટિથી પીએમજેવાય યોજના સમગ્ર દેશમાં લોકો માટે આશીર્વાદ સમાન છે. બીમારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર સારવારના ખર્ચનો બોજો અસહ્ય બનતો હોય છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજનાની સઘન અમલવારી સાથે જન આરોગ્યની સુશાસનના ભાગરૂપે ખેવના કરવામાં આવી છે.વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી ગુજરાતમાં લાખો પરિવારોને આરોગ્યની આપાતકાલીન મુશ્કેલીઓમાં પણ તાત્કાલિક સારવારની સુવિધા મળતી થઈ છે. ડાંગ જિલ્લાના લાભાર્થીઓ પણ આ સ્વાસ્થ યોજના સાથે જોડાયા છે. ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતના જણાવ્યા અનુસાર, જિલ્લાના આશરે ૨.૪૮ લાખથી પણ વધુ લાભાર્થીઓ આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલા છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી ૪૮૮૭ લાભાર્થીઓએ ૧૧.૨૫ કરોડ રૂપિયાની વિના મુલ્યે સારવાર મેળવેલ છે. આ સાથે જ તારીખ ૧૪ મે ૨૦૨૫ થી ગુજરાત સરકારના મુખ્યમંત્રી અમૃત્તમ/મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય –મા યોજના અંતર્ગત ગુજરાતના કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આયુષ્માન – “G”  કેટેગરી કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં કાર્ડ ધારક અને તેના કુટુંબના દરેક સભ્યને પી.એમ.જે.એ.વાય અને “મા” યોજના સંલગ્ન ગુજરાતની કોઇપણ હોસ્પિટલમાં કુટુંબ દિઠ રુા. ૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ મેળવવામાં મદદરૂપ બનશે. જિલ્લાના જે નાગરીકો પાસે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ ન હોય તેમને પોતાના નજીકના સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને કાર્ડ કાઢાવી લેવા માટે ડાંગ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, નાગરીકો જાતે પણ ઓનલાઈન આયુષ્માન કાર્ડ કાઢી શકે છે. જેના માટે NFSA રેશનકાર્ડ (મફત અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકો), આધાર કાર્ડ, મોબાઈલ નંબર (આધારકાર્ડ સાથે લીંક કરેલ) જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ માટેની એન્ડ્રોઈડ એપ્લીકેશન (આયુષ્યમાન એપ) ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી Beneficiary સિલેક્ટ કરી મોબાઈલ નંબર નાખીને લોગીન કરવાનુ રહેશે.

ત્યારબાદ NFSA રેશનકાર્ડ નંબર ફમિલી આઈ ડી. માં નાખી તમારું કુટુંબ સર્ચ કરવાનુ રહેશે. આધાર લીંક મોબાઈલથી e-kyc પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ડ બનાવવાનુ રહેશે. ૮૦% ઉપર મેચિંગ સ્કોર થશે તો કાર્ડ ૧૫ મીનીટમાં ઓટો એપ્રુવ થઇ જશે અન્યથા ૬૦ થી ૮૦ % એપ્રુવલ માટે સ્ટેટ વેરીફાઈ ઓથોરીટી પાસે જશે. જેથી કાર્ડ બનાવતી વખત્તે ૮૦% થી સુધી મેચિંગ સ્કોર રહે તેના માટે આધારકાર્ડ અને રેશનકાર્ડ માં (અંગ્રેજી નામ) ચેક કરાવીને કાર્ડ બનાવવું જરૂરી છે.

Back to top button
error: Content is protected !!