BANASKANTHAGUJARATKANKREJ

બનાસકાંઠાના નવનિર્મિત ઓગડ તાલુકા ખાતે કોંગ્રેસના ગઢમાં ગાબડું….
—————————————
વડા ગામના પૂર્વસરપંચ પૂર્વ તાલુકા સદસ્ય સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ જિલ્લા ભાજપ અને ગુજરાત સરકાર ના મંત્રીની હાજરીમા તેઓના હસ્તે ખેસ ધારણ કર્યો.
—————————————
પાટણ લોકસભા મતવિસ્તાર ના નવનિર્મિત ઓગડ તાલુકાના વડા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીને લઈ  શ્રી જોગણી માતાના મંદિરે બ.કાં.જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને,રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર,બનાસબેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર, બ.કાં.જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર,પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ એવમ થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ડી.ડી. જાલેરા, પ્રધાનજી ઠાકોર ખીમાણા,ઝેણુભા વાઘેલા વડા સહિતની વિશેષ ઉપસ્થિતિમાં વડા જીલ્લા પંચાયત સીટની તા. ૦૮/૦૪/૨૦૨૬ ના રોજ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વિકાસની રાજનીતિ અને નરેન્દ્ર મોદીના કાર્યોથી પ્રભાવિત થઈ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વડા ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના અગ્રણી ઉણેચા ચંદુજી વાઘાજી,પ્રતાપજી ઠાકોર,વાલાજી ઠાકોર સહિત મહિલાઓ ભાજપમાં જોડાઈ પ્રમુખ કીર્તિસિહ વાઘેલા,મંત્રી સ્વરૂપજી ઠાકોર ના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં આવનાર તમામને અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,મંત્રી સ્વરૂપજી ઠાકોરે આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈ કોંગ્રેસના અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા તેમને અમે આવકાર્યા છે. તો ભાજપ સાથે જોડાનાર વડા ના પૂર્વ સરપંચ કોંગ્રેસ પાર્ટીના અગ્રણી બનાસબેંકના ઈન્સ્પેક્ટર ઉણેચા ચંદુજી વાઘાજીએ મોદીની વિચારધારા અને તેમના કામો જોઈ નિઃસ્વાર્થ ભાવથી ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીમાં એકલો પરિવારવાદ અને પ્રજાના કામો ન થતા ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં ઓગડ/કાંકરેજ તાલુકાના ભાજપાના સૌ સન્માનનીય આગેવાનો, વડીલો,દરેક મોરચાના હોદેદારો,શક્તિ કેન્દ્રના સંયોજકો,બુથના પ્રમુખો,પેજ પ્રમુખો,યુવા કાર્યકર્તા મિત્રો રાષ્ટ્રહિત અને સંગઠન મજબૂતી માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530

 

Back to top button
error: Content is protected !!