GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી તથા ભોગ બનનાર ને ઝડપી પાડ્યા

 

તારીખ ૨૧/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવ યોજવા અને કાર્યવાહી કરવા ની સૂચના અન્વયે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આરડી ભરવાડ સર્વેલન્સ સ્ટાફ અને વુમન પોલીસ આજ રોજ કાલોલ પોલીસ મથકે હાજર હતા ત્યારે તેઓને હ્યુમન સોર્સીસ અને એલસીબી શાખા ના ટેકનીશીયન દ્વારા બાતમી મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ પોકસોના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી વસંતકુમાર અર્જુનસિંહ રાઠોડ રે વાસિયા તા ડેસર જી વડોદરા નાઓ ભોગ બનનાર બેન સાથે સણસોલી ચોકડી પાસે વાહનની રાહ જોઈ ઉભો છે તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ ટીમ મોકલી આપતા આરોપી તેમજ ભોગ બનનાર મળી આવેલ જેઓ ને કાલોલ પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!