GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા પી એન પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા શ્રી પીએન પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિવાસી અધિક કલેકટર સી વી લટાના અધ્યક્ષતામાં તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારીતથા જિલ્લાના અન્ય અધિકારીઓ/કર્મચારીઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…

 

શ્રી પી એન પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય અન્ય શિક્ષક ગણ, વિદ્યાર્થી મિત્રો તથા એનએસએસ સ્વયંસેવકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી તથા સેક્ટર સુપરવાઇઝર અને બી.એલ.ઓનુ પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.

સાથે નવા નોંધાયેલ યુવા મતદારોને એપીક કાર્ડ વિતરણ કરવામાં આવ્યું તથા વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
તથા હાજર તમામ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ મતદાન કરવા અંગે તથા લોકશાહીના પર્વમાં ભાગીદાર થવા પ્રતિજ્ઞા લેવામાં આવી.

Back to top button
error: Content is protected !!