GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં મેઘતાંડવ : ૮૦ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ, જનજીવન અસ્તવ્યસ્ત

નવસારીમા અનરાધાર વરસાદ પગલે ઠેરઠેર પાણી ભરાયા, ૮૦ રસ્તાઓ બંધ ! આજે શાળા કોલેજો બંધનો એલાન

નવસારીમા અનરાધાર વરસાદ પગલે ઠેરઠેર પાણી ભરાયા, ૮૦ રસ્તાઓ બંધ ! આજે શાળા કોલેજો અને આઇટી આઈ બંધ રાખવાનો જિલ્લા કલેકટરનો નિર્ણય.. નવસારીમાં વરસાદી કહેર : ૮૦ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ, જિલ્લાભરમાં જળબંબાકાર સ્થિતિ ઊભી થતાં કલેક્ટરનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે બુધવારે શાળાઓ, આંગણવાડી, કોલેજો અને ITI બંધ; નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ
નવસારી, તા. ૭ જુલાઈ :
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા, કોઝવે ઉપરથી પાણી વહેવા લાગ્યા, રેલવે અંડરપાસમાં પાણી ભરાયા તેમજ કેટલાક માર્ગોને નુકસાન પહોંચતા જિલ્લા વહીવટીતંત્રે જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કુલ ૮૦ માર્ગો વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ બંધ કરાયેલા માર્ગોમાં નવસારી તાલુકાના ૨૨, જલાલપોરના ૧૩, ગણદેવીના ૧૧, ચીખલીના ૧૩, ખેરગામના ૪ અને વાંસદાના ૧૭ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગોમાં જિલ્લા પંચાયતના મુખ્ય માર્ગો ઉપરાંત અનેક ગ્રામ્ય માર્ગો પણ સામેલ છે.
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ મોટાભાગના માર્ગો કોઝવે પર ઓવરટોપિંગ (OT) થવાના કારણે બંધ કરાયા છે. જ્યારે કેટલાક માર્ગો રેલવે અંડરપાસમાં પાણી ભરાવા (UPF), ડાયવર્ઝન ઉપરથી પાણી વહેવા (DW), વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ ન હોવા (NOR), માર્ગ અને સ્ટ્રક્ચરને નુકસાન (AW) જેવા કારણોસર વાહનવ્યવહાર માટે અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે.
આ વચ્ચે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે તા. ૮ જુલાઈ, બુધવારે નવસારી જિલ્લાના તમામ આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો અને ITI બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રહેશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રે સંબંધિત વિભાગોને સતત પરિસ્થિતિ પર નજર રાખવા, વરસાદ ઘટ્યા બાદ માર્ગોની સલામતીનું મૂલ્યાંકન કરીને જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવાની સૂચના આપી છે.
નાગરિકોને વહીવટીતંત્રની અપીલ
બંધ કરાયેલા માર્ગો પર અવરજવર કરવાનો પ્રયાસ ન કરવો.
બેરિકેડિંગ અને ચેતવણીના સૂચના પાટિયાંનું પાલન કરવું.
મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિની ખાતરી કરવી.
કોઝવે, રેલવે અંડરપાસ અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવાનું ટાળવું.
ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ન કરવી.
વરસાદી પરિસ્થિતિને પગલે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને બચાવ તથા રાહત કામગીરી માટે તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!