
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવનિર્મિત ઢોડિયા સમાજ ભવન,નવસારીના લાભાર્થે નવસારી ઢોડિયા ક્રિકેટ એસોસિએસન નવસારી દ્વારા આયોજિત ત્રિદિવસીય નવસારી ઢોડિયા પ્રીમિયર લીગ – 2025 (NDPL -2025) નુ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ડો.નિરવ ભુલાભાઇ પટેલ,નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સમિતિના ઉપપ્રમુખ મનહરભાઈ પટેલ,અજીતભાઈ પટેલ,પ્રમુખ અરુણભાઈ પટેલ,જયેશભાઇ પટેલ,ઉપપ્રમુખ રમણભાઈ પટેલ,મોહનભાઇ પટેલ,સુધીરભાઈ પટેલ,ધર્મેશભાઈ,નીખિલભાઈ,કેતનભાઈ,જયભાઈ,મનોજભાઈ,તેજસભાઈ,રાહુલભાઈની હાજરીમાં ભવ્ય સમાપન થયું.નવસારી ઢોડિયા પ્રીમિયર લીગ 2025મા નવસારી જીલ્લાની 8 ટીમોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.લીગ રાઉન્ડ અને કવોલીફાયર રાઉન્ડના અંતે ટીમ જલ સુપર કિંગ,નવસારી અને કૈલાશ ઇલેવન,સાદકપોર વચ્ચે નવસારી ઢોડિયા પ્રીમિયર લીગની ફાઇનલ રમાઈ હતી.જેમા ટીમ જલ સુપર કિંગ નો ભવ્ય વિજય થયો હતો.ફાઇનલ મેન ઓફ ધી મેચ તરીકે જલ સુપર કિંગના જીગી બીલીમોરા પસંદગી પામ્યા હતાં.ટુર્નામેન્ટના બેસ્ટ ફિલ્ડર તરીકે કાર્તિક પટેલ અને ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકે જીગી બીલીમોરા,ટુર્નામેન્ટના બેસ્ટ બોલર તરીકે હેમીલ પટેલ,પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ તરીકે મહેશ પટેલ પસંદગી પામ્યા હતાં.આયોજકો દ્વારા વિજેતા ટીમ જલ સુપર કિંગ ને આકર્ષક ટ્રોફી અને 44444/- રોકડ ઇનામ તથા રનર્સ અપ ટીમ કૈલાશ ઇલેવન,સાદકપોર ને આકર્ષક ટ્રોફી અને 22222/- રોકડ ઇનામ આપી સન્માનિત કરીયા હતા.નવસારી ઢોડિયા પ્રીમિયર લીગ 2025ને સફળ બનાવામાં ટ્રોફી સ્પોન્સર નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએસનના મનહરભાઈ ઢોડિયા 


