MODASA
મોડાસા : સંભવિત કોરોનાને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ,મોડાસા સાર્વજનિક હોસ્પિટલ સહિત 3 સ્થાનો પર 35 બેડ તૈયાર કરાયા
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : સંભવિત કોરોનાને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ,મોડાસા સાર્વજનિક હોસ્પિટલ સહિત 3 સ્થાનો પર 35 બેડ તૈયાર કરાયા
કોરોના નો કહેર હાલ ફરીથી ચાલુ થવાની સંભાવના દેખાઈ રહી છે જેને લઇ હાલ પણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં કોરોના ના કેસ સામે આવ્યા છે ત્યારે તકેદારીના ભાગ રૂપે અરવલ્લી જિલ્લામાં સંભવિત કોરોના વાયરસને લઈ અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે,મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 10,ભિલોડા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં 15 અને વાત્રક હોસ્પિટલમાં 10 એમ કુલ 35 બેડ તૈયાર કરાયા છે.આ તમામ બેડ પર ઓક્સિજન અને વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.જોકે હાલ અરવલ્લી જિલ્લા માં કોરોના નો એક પણ કેસ ન હોવાનું સંબધિત જણાવ્યું હતું.