GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલના ઘોઘંબામા ભાઈ અને બહેનના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી 181 અભયમ ટીમ હાલોલ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૭.૨૦૨૪

ઘોઘંબા તાલુકાના એક ગામમાં થી એક મહિલાનો અભયમ ટીમને કોલ આવેલ અને જણાવેલ કે મારા ભાઈ મારપીટ કરે છે કોલેજમાં જવાનું નાં પાડે છે અને ડોક્યુંમેન્ટ અને મોબાઈલ આપતા નથી તેથી હાલોલ 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પિડિત બહેન સાથે વાતચિત કરી હતી પિડિત બહેન નો નાનો ભાઈ પીડિતા બહેન સાથે જ કોલેજ માં જાય છે પરંતુ તે બહેનના મોબાઈલ પર એક છોકરા નો વારંવાર કૉલ આવતો હતો તેમાં ભાઈ તેની બહેનને પૂછતાજ કરી તેમાં બહેને જણાવ્યું કે એતો મારો પ્રેમી મિત્ર છે અને મારે લગ્ન પણ કરવા છે તે વાત સાંભળીને ભાઈ ખુબજ ગુસ્સે થઈ ગયો હતો અને પિડિત બહેન ને ખુબજ માર માર્યો હતો.મહિલાને કોલેજ માં જવાની ના પાડી દીધી હતી અને તેના બધાજ ડોક્યુમન્ટ ,મોબાઈલ ફોન લઈ લીધા હતા.તેમજ ઘરની બહાર નીકળીશ તો મારી નાખીશું તેવી ઘમકી પણ આપી હતી.જેથી મહિલાએ તેના ભાઈને સમજાવવા 181 ટીમ ની મદદ લીધી હતી.181 ટીમ નાં કાઉન્સેલર મધુબેન દ્વારા મહિલાની વાત સાંભળી પછી તેના ભાઈ સાથે વાતચિત કરી સમજાવેલ.પરંતુ તેના પિતા મૃત્યું પામ્યા છે.અને ભાઈ-બહેન બન્ને કોલેજ માં જાય છે અને બહેનને ભણાવવા નાં ખર્ચાઓ માટે તેના ભાઇ કંપનીમાં કામ કરવા પણ જાય છે. પિડિત મહિલાને અસરકારક સમજાવેલ.પછી તેના ભાઇને સમજાવેલ.તે બહેન ને મારપીટ નહિ કરવા નું જણાવ્યુ હતું.અને પોતાની ભૂલ સ્વીકારી હતી.પછી તેને કાયદાકીય સલાહ આપી ફરિ બહેનને હેરાન નય કરે તેની બાહેધરી આપી હતી.અને બહેન પણ અભ્યાસમાં ઘ્યાન આપવા જણાવ્યું હતું.આમ બંને ભાઈ-બહેન ને અસરકારક સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!