AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વ્યસનના રવાડે ચઢેલા પતિ દ્વારા પત્નીને હેરાનગતિ કરવામાં આવતા 181 અભયમની ટીમ મદદે પોહચી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં વ્યસનના રવાડે ચડેલા પતિ દ્વારા પત્નીને અપશબ્દ બોલી માનસિક ત્રાસ આપીને હેરાનગતિ કરવામાં આવતી હતી.ત્યારે પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો સંપર્ક કરતા,181 અભયમ દ્વારા સમાધાન કરાવવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લામાં રહેતી એક મહિલાનાં લગ્નને બાર વર્ષ જેટલો સમય થઈ ગયો છે.અને લગ્ન જીવનમાં ત્રણ બાળકો પણ છે.પરંતુ પતિ નશાના રવાડે ચઢી ગયો હોવાથી કોઈ પણ કામ ધંધો કરતો નહોતો.જેથી પત્ની અન્યના ખેતરમાં જઈને કામ કરી અને છૂટક મજૂરી કરી પોતાનું તથા બાળકોનું જીવન ગુજરાન ચલાવે છે.ત્યારે પતિ દારૂનો નશો કરીને ઘરે આવીને પત્ની સાથે ગેરવર્તન કરતો હતો.અને અપશબ્દો બોલી હેરાનગતિ કરતો હતો.જેથી પીડિત મહિલાએ આખરે કંટાળીને 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.ત્યારે 181 અભયમ  મહિલા હેલ્પ લાઈન ટીમના નેહા મકવાણા તેમજ તેમની તાત્કાલિક ધોરણે મધ્ય રાત્રિએ સ્થળ પર પહોંચ્યા હતા.અને બંને પતિ -પત્નીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ હતુ.તેમજ કાયદાકીય માહિતી આપીને માર્ગદર્શન તથા સલાહ સૂચન આપવામાં આવ્યુ હતુ.જે બાદ બંને પતિ પત્નીનું સમાધાન કરાવવામાં આવ્યુ હતુ.અને પતિ પાસે બાંહેધરી લેવામાં આવી હતી કે આજ પછી તેઓ વ્યસન નહીં કરે તેમજ પત્નીને માનસિક ત્રાસ નહીં આપે. તે અંગેની સમજ કરવામાં આવી હતી.181 અભયમ ટીમ દ્વારા પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવવામાં આવતા પીડિત મહિલા દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!