
તા.૨૦.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De.bariya:દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાં વિધવા બહેનની વહારે ૧૮૧ અભાયમ મહિલા હેલપલાઇન લીમખેડા મદદે
દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ ૧૮ પર ફોન કરીને જણાવેલ કે તેઓને કાકા સસરાના દીકરા દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે તેમ જણાવતાં 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરતા જણાવ્યું હતું કે પીડિતા ૧૭ વર્ષથી વિધવાબહેન છે અને પોતાના બે સંતાનો જોડે એકલા ઘરમાં રહે છે તેમ છતાં કાકા સસરાનો દીકરો વારંવાર શારીરિક માનસિક હેરાનગતિ કરી મારી નાખવાની ધમકીઓ આપે છે તેમજ આજરોજ પીડિતા મજૂરીએ જતા રહેલ અને ઘરે તેમની ૨૨ વર્ષની દીકરી ઘરે એકલી હતી તેને કાકા સસરાનો દીકરો અને તેની પત્ની દ્વારા અપશબ્દ બોલી મારકૂટ કરેલ અને પત્ની તરીકે રાખવાની ધમકીઓ પણ આપેલ પરંતુ ૧૮૧ ટીમ પહોંચતાં જ આ સામાવાળા ભાગી ગયેલ ટીમ દ્વારા ફોન કરીને બોલાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ ફોન બંધ કરી દીધેલ જેથી કાઉન્સેલર દ્વારા પીડિતાને લીગલ કાર્યવાહી માટે માર્ગદર્શન આપતા તેઓ પણ આગળ કાર્યવાહી કરવા માગતા હોય જેથી પીડિતાને અને તેમની દિકરીને સંપૂર્ણ ન્યાય મળી રહે માટે પીપલોદ પોલિસ સ્ટેશન અરજી અપાવેલ છે





