સાસરીયા ને માર્ગદર્શન આપી માતા ને નાનું બાળક અપાવતી 181 અભયમ ગોધરા.

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા સીટી વિસ્તારમાંથી એક મહિલાએ 181 અભયમ કોલ કરીને જણાવ્યું હતું કે મારું દોઢ વર્ષનું બાળક મારા પતિ અને સાસુ આપતા નથી અને બાળક માતા વિના રહી શકે તેમ નથી તો મદદ માટે જણાવ્યું હતું
181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવતા ની સાથે થોડી જ ક્ષણોમાં 181 ટીમના કાઉન્સિલર ટીમ સહિત ઘટના સ્થળે પહોંચી જઈને પીડિતાનું કાઉન્સિલિંગ કર્યું હતું
પીડીતાબેન નું કાઉન્સિલિંગ કરતા જણાવ્યું હતું કે મારા લગ્નને આશરે ત્રણ વર્ષ જેવું થયું છે અને હું મારા પિયરમાં હતી ત્યારે મારા પતિ અન્ય પુરુષ ઉપર વહેમ રાખીને મારી સાથે મારપીટ કરે અને મને પિયરમાં રહેવાની ના પાડે છે અને સાસું સસરા પણ ઘરમાં રહેવા દેતા નથી અને દોઢ વર્ષનું બાળક ઝુંટવી લેવામા આવ્યું હતું. અને આ પીડીતા બહેનને મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી . જ્યારે 181 અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા ની જાણ થતાં પીડીતાના પતિ અને સાસુએ આ બાળકને બીજા ઘરે લઈને ભાગી ગયા હતા. અને સંતાડી દેવામાં આવ્યું હતું.
જ્યારે 181 ટીમના કાઉન્સિલર દ્વારા પીડીતા બહેનના સાસુની પૂછપરછ કરતા જ આ બાળકને નહીં આપવાના બહાના બતાવવાનું શરૂ કર્યું હતું.અને આ પીડીતાનું દોડ વર્ષનું બાળક પતિ અને સાસુ ફોઈ ના ઘરે લઈને જઈ સંતાડી દીધું હતું.
જ્યારે મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તેઓને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી કે આ દોડ વર્ષનું બાળક તેની માતા પાસે થી ઝુંટવી ન લેવાય અને આ નાનું બાળક છે પોતાની માતા સાથે જ રહી શકે છે તેવી જાણકારી અને સમજ આપતા જ પોતાની ભૂલ સમજાઈ હતી પછી સાસુ અને પતિએ બાળકને તેની વહુને સોંપ્યું હતું.અને લીગલી માહિતી આપવામાં આવતા પીડિતા ને ઘરમાં સારીરીતે રાખવા નું જણાવેલ.
આમ પીડિતાને પોતાનું બાળક પરત મળતા જ પરિવાર સહિત તમામે 181મહીલા હેલ્પ લાઈન ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.






