હાલોલમાં માતા અને પુત્ર નું સમાધાન કરાવતી 181 અભયમ હાલોલ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૩.૨૦૨૫
હાલોલ તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કૉલ કરી જણાવ્યું હતું કે મારો દીકરો મને હેરાન કરે છે અને વ્યસન કરીને આવી મને મારપીટ કરે છે અને ઘર સળગાવી દેવાની ધમકી પણ આપે છે.તેથી તેમની મદદ માટે 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિતા બહેન સાથે વાતચીત કરી હતી. તેમનો દીકરો વ્યસન કરે છે અને તેમને ગંદી ગાળા ગાળી કરી ઘરમાં વસ્તુઓની તોડફોડ કરે અને ઘર સળગાવે છે. તેમજ પીડિતા ને મારઝુડ કરે છે પોતે કામ ધંધો કરતો નથી તેથી માતાએ તેમના દીકરાને સમજાવવા 181 અભયમની મદદ લીધી હતી.અભયમ ટીમના કાઉન્સિલર દ્વારા પીડીતાનું કાઉન્સિલિંગ કર્યું હતું અને ત્યારબાદ તેમના દીકરા સાથે વાતચીત કરી તેમાં તેમના પત્ની અને ત્રણ સંતાનો છે પીડિતા બહેનના દીકરાને વ્યસન નહીં કરે ,કામ ધંધામાં ધ્યાન આપી ઘરમાં જરૂરિયાતો પૂરી પાડવી અને મમ્મીને હેરાન ન કરે તે માટે સમજાવેલ અને કાયદાકીય સમજ આપી હતી.બંને પક્ષનું અસરકારક કાઉન્સિલિંગ કર્યું હતું.ત્યારબાદ તેમના દીકરાએ પોતાની ભૂલ સ્વીકારી માતા-પિતાને પગે લાગી માફી માંગી હતી.પછી તેને 181 ટીમના કાઉન્સિલર દ્વારા આપવામાં આવેલી કાયદાકીય સલાહને ધ્યાને લઈ ફરીથી માતા-પિતાને અને પત્ની તેમજ તેમના ત્રણ સંતાનોને હેરાનગતી નહીં કરે અને વ્યસન નહીં કરે તેની બાહેધરી આપી હતી.આમ બંને માતા અને દીકરા સાથે સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું.






