181 અભયમ મહિલા હેલ્પલાઇન ને સફળતાપૂર્વક દસ વર્ષ પૂર્ણ કર્યા.
૮ મી માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દીવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ…
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૨૪૪૮ પિડીત મહિલાઓએ મદદ માટે કોલ કર્યા.
રાજ્યના તમામ વિસ્તારમાં અભયમ સેવાઓ અભયમ રેસ્કયુ વાન સાથે ૨૪*૭ વિના મૂલ્યે ઉપલબ્ધ.
ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમા આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે.ગુજરાત સરકારશ્રીની ફ્લેગશીપ યોજના તરીકે મહીલાઓના શારીરિક,માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ,માગૅદશૅન અને બચાવની અસરકારક કામગીરીના દસ વર્ષ પૂર્ણ થયા.
મહીલાઓ પર થતા અત્યાચારમાં તાત્કાલિક ધોરણે મદદ પહોચાડી શકાય તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રિય મહીલા દિવસે કાર્યાન્વિત કરવામાં આવેલ જેને ઈ. એમ. આર. આઇ,ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. મહિલા અત્યાચારની મદદ સાથે સરકારશ્રીની મહિલાલક્ષી પ્રાથમિક માહિતી આપવામા આવી રહેલ છે.
યોજનાના પ્રારંભથી ૨૦૨૫ દરમિયાન કુલ ૧૬,૧૬,૮૪૪ મહીલાઓએ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કર્યો. ઘટના સ્થળે પહોંચી ૩,૨૪,૪૦૧ ને મદદ પહોચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરુરિયત મુજબ ૯૯,૪૬૭ જેટલાં મહિલાઓના ગંભીર કેસમાં ઘટના સ્થળે પહોંચી અભયમ રેસ્કયું વાને મદદ, સલાહ અને બચાવ કાર્ય કરેલ છે. આ ઉપરાંત ૨,૦૫,૦૫૧ જેટલાં કેસમાં સમાધાન કરાવવામાં સફળતા મળી છે.
મહીસાગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૨૪૪૮ પિડીત મહિલાઓએ મદદ માટે કોલ કર્યા હતાં જેઓને માર્ગદર્શન ઉપરાંત કટોકટીની સ્થિતિમાં ઘટના સ્થળે પહોંચીને ૫૨૮ જેટલાં મહિલાઓને મદદ અને બચાવ કરેલ છે.
રાજ્યના તમામ વિસ્તારમાં અભયમ સેવાઓ ૫૯ અભયમ રેસ્કયુ વાન સાથે ૨૪*૭ વિના મૂલ્યે ઉપલબ્ધ છે લગ્નજીવનના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ અને લગ્નેતર સબંધમાં અસરકારક રીતે કુશળ અભયમ કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે જેથી અનેક મહીલાઓના જીવનમાં સુખમય પ્રકાશ પાડવામાં આવેલ છે.