GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા:- પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી 181 ગોધરા અભયમ ટીમ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા તાલુકાનાં નજીકનાં વિસ્તારમાં થી 181 મહિલા હેલપલાઇન પર પીડિતાનો કોલ આવતા જણાવેલ કે તેમનાં પતિ અવાર નવાર તેમની સાથે ઝઘડો કરી હેરાન કરે છે અને મારપીટ કરે છે.

પંચમહાલ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતા સાથે રૂબરૂ વાતચીત કરતા પીડિતાએ જણાવ્યું કે તેમનાં પતિ કામકાજ બાબતે તેમની સાથે ઝગડા કરે છે અને મારપીટ પણ કરે છે.તેમનાં પતિનું અવસાન થતાં દિયર સાથે લગ્ન કરાવેલ તો તેમનાં સાસુ પણ અવારનવાર તારા કારણે મારો છોકરો મૃત્યુ પામ્યો તેવા આક્ષેપ લગાવે છે. જેથી રોજરોજના આવા ઝગડા થી કંટાળી 181 પર જાણ કરેલ.

અભયમ ટીમ દ્વારા તેમનાં પતિ અને સાસુનું અસરકારક કાઉન્સિલીંગ કરી કાયદાકીય સમજ આપી સલાહ સૂચન આપ્યું. પીડિતાના પતિ અને સાસુને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેમને હવે પછી તેમની વહુને કોઈપણ પ્રકારે હેરાનગતિ કે ઝગડા ન થાય તેમ લેખીત માં ખાત્રી આપી બાહેધરી આપી. પીડિતાએ પણ તેમનાં પતિ સાસુ ને તેમની ભૂલનો અહેસાસ થતાં તેમને સુધારવાની એક તક આપેલ. અને આમ બંને પક્ષકારો નું કાઉન્સિલીંગ કરી અભયમ ટીમે બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવેલ. પોતાના પતિ અને સાસુને સજાવવા બદલ તેમજ સમયસર મદદ પહોચાડવા બદલ પીડિતાએ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!