સુરેન્દ્રનગરમાં રૂ.225 કરોડના ખર્ચે માલવણ દસાડા ફોરલેનની કામગીરી પ્રગતિ હેઠળ
પાટડી અને જૈનાબાદ વચ્ચે રૂ.16 કરોડના ખર્ચે મુખ્ય બ્રિજનું નિર્માણ

તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાટડી અને જૈનાબાદ વચ્ચે રૂ.16 કરોડના ખર્ચે મુખ્ય બ્રિજનું નિર્માણ, ગુજરાત સરકાર રાજ્યના માર્ગોને વધુ સુવિધાયુક્ત, સલામત અને આધુનિક બનાવવા માટે કટિબદ્ધ છે આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ-૧૯ પર આશરે રૂ.૨૨૫ કરોડના માતબર ખર્ચે દૂધરેજ – વણા – માલવણ – પાટડી – દસાડા – બેચરાજી રોડને ફોરલેન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ ફોરલેન રોડના નિર્માણ થકી આર્થિક વિકાસને વેગ મળશે હાલમાં આ પ્રોજેક્ટનો મુખ્ય ભાગ એટલે કે માલવણથી દસાડા સુધી ૪૩/૦ કિમીથી ૭૭/૦ કિમીની રેન્જમાં ફોરલેન રોડની કામગીરી ઝડપથી પ્રગતિ કરી રહી છે માર્ગ નિર્માણની પ્રારંભિક અને પાયાની કામગીરીમાં ગુણવત્તાના ધોરણો પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે હાલમાં, ઓપન ગ્રેડેડ લેયર (OGL) બેડ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે રોડના ઉપલા સ્તરને મજબૂત આધાર પૂરો પાડશે અન્ય સ્થળો પર, સબગ્રેડનું કામ પણ આગળ વધ્યું છે જેમાં રોડના મજબૂત આધાર માટે સબગ્રેડ રોલિંગ કરવામાં આવી રહ્યું છે ગુણવત્તા નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે એમ્બેન્કમેન્ટ ટોપ પર ફિલ્ડ ડેન્સિટી ડેટા ચેકિંગ સતત કરવામાં આવી રહ્યું છે આ ચકાસણી દ્વારા રોડ નિર્માણ માટે વપરાયેલ સામગ્રી યોગ્ય ઘનતા અને મજબૂતી ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે જે રસ્તાના લાંબા આયુષ્ય અને સલામતી માટે અત્યંત નિર્ણાયક છે આ જ ફોરલેન પ્રોજેક્ટના ભાગરૂપે, પાટડી અને જૈનાબાદ વચ્ચે એક મુખ્ય બ્રિજનું નિર્માણ રૂ. ૧૬ કરોડના અંદાજિત ખર્ચે થઈ રહ્યું છે જે કનેક્ટિવિટીને વધુ સુગમ બનાવશે શહેરી માળખાને સુદ્રઢ બનાવવાના હેતુથી, પાટડી શહેરમાં રૂ.૧૨ કરોડના ખર્ચે અત્યાધુનિક પેવમેન્ટ ક્વોલિટી કોંક્રિટ (PQC) રોડની કામગીરી કરવામાં આવી રહી છે શહેરના વધતા ટ્રાફિક અને રહેવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ માર્ગને PQC માર્ગ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે PQC રોડ તેની લાંબી આયુષ્ય, નહિવત્ જાળવણી ખર્ચ અને ભારે ટ્રાફિક વહન કરવાની ક્ષમતા માટે જાણીતો છે આ ઉચ્ચ ગુણવત્તાવાળો અને ટકાઉ રસ્તો માત્ર શહેરના રહેવાસીઓ માટે જ નહીં પણ લાંબા અંતરના પ્રવાસીઓ માટે પણ સુવિધાજનક અને સલામત સાબિત થશે ગુજરાત સરકાર આ તમામ માર્ગ નિર્માણના કામો સમયસર અને નિર્ધારિત ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે પૂર્ણ કરવા માટે દૃઢ સંકલ્પબદ્ધ છે જેથી રાજ્યના નાગરિકોને આધુનિક માર્ગ માળખાનો લાભ ઝડપથી મળી શકે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી સુરેન્દ્રનગર જિલ્લા અને આસપાસના વિસ્તારનો આર્થિક વિકાસ વધુ વેગવંતો બનશે અને પ્રવાસન તેમજ ઉદ્યોગને નવો આયામ મળશે.




